________________
1
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ દેવર ડાહ્યા એવા, ધર્મ કરતાં વારે તેવા. મારા પ્રીતમ ધર્મના નણંદલજી છે નવરી, પાપની કરતી લવરી. મારા પ્રીતમ ધર્મના સસરાજી છે ભુંડા, પાપમાં ઊતરે ઊંડા. મારા પ્રીતમ ધર્મનો રત્નાગરમાં રેવું, કછપથી કાંઈ બીહવું. મારા પ્રીતમ ધર્મને પરભવ જેવું આગે, મારે તમારે શું લાગે. મારા પ્રીતમ ધર્મનો સંસારને મારી તાળું; દીક્ષાથી કુળ અજવાળું. મારા પ્રીતમ ધર્મને આજ્ઞા આપો આજે, સંજમ લેવાની કાજે. મારા પ્રીતમ ઘર્મને સ્વામીની આજ્ઞા માગી, સંયમની થઈ રાગી. મારી સાસુ ધર્મને સંજય લઈને અબળા, સાસુથી થઈ સબળા,
મારી બેની દીક્ષાને સારો પંથ છે. સંસારની ખટપટ આવી, દેખે ધ્યાન લગાવી. મારી બેની દીક્ષા જે પાપથી ન ડરવું તે સાસરીયે શું શું કરવું મારી બેની દીક્ષા સાસુનાં વયણ ધરવાં, રાત્રી ભોજન કરવાં મારી બેની દીક્ષા સાસુને તાબે ફરવું, પ્રભુ દર્શન ક્યાંથી કરવું મારી બેની દીક્ષા વ્રત નિયમ ને પચ્ચક્ખાણ, લાગે એમાં ભંગાણ મારી બેની દીક્ષા બટાકાને મળી, ધરવી હૈડે હળી. મારી બેની દીક્ષા કંદમૂળાદિ ખાતે, નિશ્ચય નરકે જાવે, મારી બેની દીક્ષા રાત્રી ભોજન કરીએ, નાગ કાગને ઘુવડ થઈએ. મારી બેની દીક્ષા ઈચ્છા નહી તેય ડરતાં, ઘરનાં કામ જ કરતાં મારી બેની દીક્ષા છાણના ટેપલાં, લેવા, મળે ન ધર્મના મેવા. મારી બેની દીક્ષા ઈંધણ છાણાં બાળી, પાપની ગુંથવી જાળી. મારી બેની દીક્ષા શેક સંતાપને થાપે, ધર્મની દોર ન માપે. મારી બેની દીક્ષા રડવા કુટવા જાવું, હાય હાય કરીને ખાવું. મારી બેની દીક્ષા કાળા કપડાં ધરવા, જિન દર્શન નથી કરવા. મારી બેની દીક્ષા આજ મારે તારે, કાલ બીજાને વારે; મારી બેની દીક્ષા જન્મીને તે મરવું, પાપનું ભાતું ભરવું; મારી બેની દીક્ષા શાણું બેની સમજે, સુબુદ્ધિ મનમાં ઘરજે. મારી બેની દીક્ષા સુજ્ઞાન વિવેક સાચે, શાન્તિ સુખમાં રાચે. મારી બેની દીક્ષા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org