________________
આ પ્રકાશનનાં શુભ નિમિત્ત તપસ્વી સાધ્વીજી શ્રી દિવ્યકિરણાશ્રીજી મ. સા. છે. જેઓ કચ્છ વાગડ દેશદ્ધારક, સંયમમૂર્તિ સ્વ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજય કનક સૂરીશ્વરજી મ. સા. નાં પટ્ટધર, પરમ તપસ્વી, શાન્તસૂતિ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા તેમનાં ગુરૂ ભ્રાતા જ્યોતિવિદ્દ તપસ્વી રત્ન સ્વ. મુનિવર્ય શ્રીકંચન વિજયજી મ. સા. નાં શિષ્ય રત્ન અધ્યાત્મનિષ્ઠ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાનુવતી સાધ્વી રત્ન પૂ. આણંદશ્રી મ. સા. ના શિષ્યા પૂ. માણેકશ્રીજી મ. સા. નાં શિખ્યા પૂ. રતનશ્રીજી મ. સા. ના શિષ્યા પ્રશાન્ત મૂર્તિ સ્વ. સા. ચતુરશ્રીજી મ. સા. ના શિષ્યા ભદ્રક પ્રકૃતિ સાદેવીજી નિર્મળાશ્રીજી મ. સા. તથા માતૃ હૃદય સ્વ. સા. નિર્જરા શ્રીજી મ. સા. નાં પ્રશિષ્યા છે
સા. દિવ્યકિરણાશ્રીજીએ રાધનપુર મુકામે પૂ. આચાર્યનાં ભગવંતના શુભાશિર્વાદ સાથે વિ. ૨૦૩૩નાં અષાડ સુ. ૫ નાં શુભ દિવસથી મંગલકારી અઠ્ઠમ તપ પૂર્વક વિશસ્થાનક તપની આરાધના શરૂ કરી, અને અઠ્ઠમના પારણે અઠ્ઠમ એમ અનિવાર્ય કારણ સિવાય સળંગ અઠ્ઠમ તપ કરતા તે વીશસ્થાનકની મંગલ આરાધના દેવગુરૂકૃપાથી નિર્વિદને પરિપૂર્ણ કરી પિતાના સંયમ જીવનને ઉજજળ બનાવ્યું. તેમનાં આ મંગળ તપની અનુમોદના રૂપે અમે આ સજઝાય સંગ્રહ પ્રકાશિત કરતા આનંદ અનુભવીએ છીએ. અને સજઝાય, પદ રસિક આત્માઓ પિતાના વૈરાગ્ય રસ અને ભક્તિરસને જગાડવા. વિકસાવવા અને સ્થિર બનાવવા વારંવાર આ પુસ્તકને વાંચે, સાંભળે, અને તેનું ચિંતન-મનન કરી આત્મિક શાંતિ અને અભય પ્રાપ્ત કરે એવી શુભ ભાવના ભાવીએ છીએ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org