SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય ૐ હી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથાય નમ : જ્ઞાની પુરુષાએ મુક્તિનાં અનેક માર્ગો બતાવ્યા છે. તેમાં જિનભક્તિ અને જડ વિરક્તિ એ સરલ અને સુગમ માર્ગ છે. 66 આદિ અને અન્ત વિનાનાં સંસાર સાગરનાં પરિભ્રમણનુ નિવારણ ભક્તિ અને વૈરાગ્ય દ્વારા સરલતાથી થઈ શકે છે, જીવને સંસારમાં ભ્રમણ કરાવનાર પૌદ્ગલિક વિચેાની પ્રીતિ, રતિ અને આસકિત છે. આ પુદ્ગલિક પ્રીતિ અને આસકિતને દૂર કરવા જીવનમાં પ્રભુ ભક્તિ અને વિષય બૈરાગ્ય આ બે ગુણેાને કેળવવા જરૂરી છે. પુદ્ગલના સંગ અને વિષયના ર′ગ છૂટે નહિ ત્યાં સુધી મેાક્ષનાં પુનિત માર્ગ ઉપર વિચરણ થઈ શકતું નથી. અનાદિથી આત્માને વળગેલા પુદ્ગલના સંગને અને વિષયનાં રંગને દૂર કરવા માટે જીવનમાં ભક્તિ નૈરાગ્યના અભ્યાસ કરવા જોઇએ, એના અભ્યાસ માટે જ્ઞાની પુરૂષોએ અનેકવિધ ઉપાયેા દર્શાવ્યાં છે, જેમાં...પ્રભુ દર્શન, પૂજન, સ્મરણુ અને તેમના અણુત ગુણાનું કીર્તન, સ્તવન વગેરે પ્રાથમિક ઉપાયા છે. એજ રીતે વૈરાગ્ય ભાવનાને જગાડવા અને પુષ્ટ કરવા ઉત્તમ પુરૂષાના ગુણ્ણા અને ચરિત્રને ગૂંથી લેતા સજ્ઝાયા, ઢાળા, અને રાસ તથા વૈરાગ્ય પ્રેરક-ઉપદેશાત્મક દુહા-પદો વગેરે કઠસ્થ કરી તેનુ' રાગ-રાગિણી પૂર્ણાંક ગાન-પાન કરવાથી સ`સારની અસારતા, જીવનની ક્ષણમ'ગુરતા અને શરીરાદિની અશુચિતા આદિનું ભાન-જ્ઞાન થવા સાથે ધર્માંની સારમયતા, આત્માની અમરતા અને અપાર ગુણ સમૃદ્ધિ આદિના યથાર્થ એધ થાય છે, જીવનમાં દિવ્ય જ્ઞાન પ્રકાશ ખીલે છે, પ્રસ્તુત પુસ્તકમાં વૈરાગ્ય અને ભક્તિ પ્રેરક પાંચશેાથી અધિક સજ્ઝાયા, પદો અને ઢાળા વિગેરેના સુંદર સગ્રહ કરવામાં આવ્યા છે, જેને કઠસ્થ કરીને કે તેનુ વાંચનશ્રવણુ કરવા દ્વારા આત્મા ભક્તિ રસમાં અને વૈરાગ્ય રસમાં સારી રીતે ઝીલી શકે છે. સજઝાચેા-પદો વિશેના પુસ્તકો ઘણાં છપાયાં છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં એક સાથે પ્રસિદ્ધ અને કેટલીક અપ્રસિદ્ધ સજ્ઝાયા ના વિશાલ સ`ગ્રહ હૈાવાથી સ્વાધ્યાય રસિકાને સ્વાધ્યાય, મનન અને ચિંતનમાં ઘણી અનુકુળતા રહેશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy