________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
પર્ણ કુટીના જેવી કાચી, કાયાની માયા; પવન ઝપાટે પળમાં, ઢળી પડનારી. મનવા સંભાળી પાળી પોષી, પણ નહિ રહેનારી, એક દિન જગલમાં જઈને, ડેરો દેનારી. મનવા સેજ તલાઈ દુલની ચાદર, ખુંચે જીવને વહાલા; સ્મશાને જઈને કરવી, કાષ્ટ પથારી. મનવા,
ખરી હાંડલી રે આખર, વાંસની ઘડીવાલા; વાડી ગાડી ને લાડી, નહિ આવે લારી. મનવા. શેરી તક નારી ચાલશે, સગા સંબંધી સ્મશાને; વળશે તુજને વળાવી, કાયા ભસ્મ થનાર. મનવા ભક્તિ કર પ્રભુની પ્યારા, કરલે ભલાઈ વહાલા; આત્મારામ કુડી કાયા, સ્થીર નહિ રહેનારી. મનવા
BHE=================================
Eછે
EAFA
સાધુના સાતસુખને સાત દુખની સઝાય
સુદેવ સુગુરૂના પ્રણમી પાય રે, કરૂં સજઝાય અધિક ઉરછાહ રે; વીતરાગ દેવના કહ્યા કરશે રે, તે ભવસાયરને તરશે રે. નવસે એંસી વરસ ગયા રે, શ્રી સિંદ્ધાત પુસ્તકારૂઢ થયા રે, સાધુ શિરામણ દેવદ્ધિ ગણધાર રે, સાતે સુખે પુરા અણગાર રે. પહેલું સુખ જે સંયમ લીયા રે, બીજુ સુખ જે નિર્મળ હીચો રે; ત્રીજું સુખ કરે વિહાર રે, ચોથું સુખ વિનીત પરીવાર રે. પાંચમું સુખ ભણવું જ્ઞાન રે, છઠું સુખ ગુરૂનું બહુમાન રે; નિરવદ્ય પાછું ને ભાત રે, એટલા મળ્યા સુખ સાત રે. સાધુ થઈને સાવદ્ય કામ કરે રે, તે તે સાતે દુઃખ અનુસરે, પહેલું દુખ જે કોધી ઘણે રે, બીજું દુઃખ મૂરખ પણે રે. ત્રીજું દુઃખ જે લોભી બહુ રે, ચોથું દુઃખ ખીજાવે સહુ રે, પાંચમું દુખ નહિ વિનય લગાર રે, છઠું દુઃખ અત્યંતર બાર રે. રીગાંગી ને અભિમાની પણે રે, એ સાતે દુઃખ મુનિના ભણે રે; એ સાતે દુઃખ તજે અણુગાર રે, છત વિજય વંદે વારંવાર રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org