________________
[ ૩૧૫
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
કાષ્ટ પિંજરમાં ઘાલીને મારે, શસ્ત્ર ગ્રહી દોડે ધાઈ રે; કેણ કે નિજ તાત જ હણી, તે કિહાં રહી પુત્ર સગાઈ રે. ભરત બાહુબળ આપે લડીયા, આયે સજજ થાઈ રે; બાર વરસ સંગ્રામ જ કીધે, તો કિહાં રહી ભ્રાતૃ સગાઈ રે. ગુરૂ ઉપદેશથી રાય પ્રદેશી, સુધે સમકિત પાઈ રે; સ્વારથ વિણ સુરકાન્તા નારી, માર્યો પિયુ વિષ પાઈ રે. નિજ અંગજનાં અંગજ છેદે, જુહો રાહુ કેતુ કમાઈ રે; સહુ સહુને નિજ સ્વારથ હાલો, કુણ ગુરૂ ને કુણ ભાઈ રે. સુભુમિ પરશુ રામ જ દેઈમાંહે માંહે વેર બનાઈ રે; ક્રોધ કરીને નરકે પહોંચ્યા, તે કિહાં ગઈ તાત સગાઈ રે. ચાણકયે તે પર્વત સાથે, કીધી મિત્ર સગાઈ રે; મરણ પામ્યા ને મનમાં હરખ્યો, તે કિહાં રહી મિત્ર સગાઈરે. આપ સ્વાસ્થ સહુને વહાલો, કુણ સજજન કુણ માઈ રે; જમ રાજાને તેડે આવ્યા, ટગટગ જેવે ભાઈ રે. સાચે શ્રી જીન ઘર્મ સખાઈ, આરાધે લય લાઈ રે; દેવવિજય કવિને શિષ્ય ઈણપરે, કહેતત્વ વિજય સુખદાઈ રે.
૨૩૯ દેવલોકની સજઝાય
સુધર્મા દેવલોકમાં રે, વૈમાન બત્રીસ લાખ; કેઈ ભોળા શંકા કરે રે, એ તે ભગવતી સૂત્રની સાખ;
પુણ્યના ભવ જે. સુધર્મા દેવલોક માંહે, પાંચસે જન મહેલ સત્તાવીશ એજન ભેઈ તળીયાં રે ભાઈ,
એ સુખ નહિ સહેલ રે. વેગ ગતિ ચાલે દેવતા રે, લાખ જોજન કરે દહિ; એકે કા વિમાનને રે ભાઈ, નાવે છ મહિને છેહ રે. હાવ ભાવ કરતી થકી રે, દેવીઓ આવે હાર; આ ઠામે આવી ઉપન્યાં રે, સ્વામી શા કીધાં પુણ્ય પૂર્વ રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org