________________
૨૭૬ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ દ્રૌપદી ઉઠી નવિ લગાર કે, નવિ પૂજા કરી રે લોલ, રોષે ભરીયે નારદ મનમાં કે, બોલે રેષે કરી રે લોલ. દ્રૌપદી પાંચ પાંડવની નાર કે, મુજને કેમ નમે રે લોલ; એહને સંકટમાં નાખું આજ કે, મારું મન ગમે રે લોલ; ચિંતવી ચાલ્યો જાય આકાશ કે, ઘાતકી ખંડમાં રે લોલ; તિહ છે પવોત્તર વલી રાય કે, સ્ત્રીના જકેરમાં રે લોલ. બોલે નારદ સુણ પદ્ધોત્તર, મુજ એક વિનતિ રે લોલ, એક છે દ્રૌપદી નામે નાર કે, રતિ સમ રૂઅડી રે લોલ, સુણી તેહ પડ્યોત્તર વલી રાય કે, દેવ આરાધીયે રે લોલ; દેવ પાસે તેડાવી દ્રૌપદી નાર કે, નેહ જગાડીયો રે લોલ. દ્રૌપદી તારે કારણે મેંયરે કે, કઠોર જ દુઃખ સહ્યા રે લોલ; ત્રીજે દિવસે મુખ કમલન, દરશન મેં લડ્યા રે લોલ મુજને મલીયે તેરો જોગ કે, વાંછિત સુખ વિલસીએ રે લોલ; સુનજરે જેને સામું જાર કે, દરિસણ દીજીએ રે લોલ. તવ કહે દ્રૌપદી નામે નાર કે, બંધવ રહે વેગલે રે લોલ; મારે વ્રત છે મોટું છ માસ કે, શીયળ પાળું નિરમતું રે લોલ. બેલ્યાનું ન હોય હમણું કામ કે, સહી પછી જે હોશે રે લોલ; એમ કહી વિનિતા રહી આવાસ કેવલતું ઈહાં શું થયુ રે લોલ, પંચાલથી ઉઠયે યુધિષ્ઠિર રાય કે, અરહું પરણું જુવે રે લોલ; રાતની રાતમાં ક્યાં ગઈ નાર કે, એમ થાકીને સુવે રે લોલ પ્રભાતે ઉઠી યુધિષ્ઠિર રાય કે, ગામ ઢઢેલીયું રે લોલ; કેઈએ દીઠી દ્રૌપદી નામે નાર કે, પટો વજડાવીઓ રે લોલ. વિનિતા શોધ ન મલી લગાર કે, નગરી કે દેશમાં રે લોલ, ત્યારે કુંતા જઈ જદુનાથ કે, કહું સુખ વેશમાં રે લોલ; દીકરા દ્રૌપદી લઈ ગયો કેઈક, વેરી દેવતા રે લોલ, અમને તેહ ન મલી ત્રણ ખંડ કે, શોધ કરી દ્ય સુતા રે લોલ. નારાયણે તવ દીધે કેલ કે, બેલ છે મારો રે લોલ, દ્રૌપદી સે! તુમ હાથે હાથ કે, ભત્રીજો તાહરી રે લોલ. એમ કહી ખબર કઢાવી ત્રણ ખંડ કે, પ્રગટ કરી સતી રે લોલ; એહવે નારદ આવ્યો તેણે કે, પ્રગટ કરી સતી રે લોલ, પાંડવ પાંચ ને વાસુદેવ સાથ કે, પહોતા કંકાપુરી રે લોલ, જીત્યો પદ્યોત્તર વળી રાય કે, દ્રુપદ્ર વાહી હરી રે લોલ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org