________________
1 ર૦૧
ww.
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
ઘર અનુસાર દેજે દાન, મહટાશું મ કરે અભિમાન; ગુરૂને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકીશ એકે ઘડી. વારૂ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકાને પરિહાર; મ ભરજે કેઈની કૂડી સાખ, કૂડા જનશું કથન મ ભાખ. અનંતકાય કહયા બત્રીશ, અભક્ષ્ય બાવીશે વિશ્વાવીશ; તે ભક્ષણ નવિ કીજે કિમ, કાચા કણ ફલ મત જિમે. રાત્રી ભેજનનાં બહુ દોષ, જાણીને કરજે સંતોષ સાજી સાબુ લેહ ને ગળી, મધુ ધાવડીયા મત વેચીશ વળી. વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યા છે તાસ; પાણુ ગળજે બે બે વાર, અળગણ પીતાં દોષ અપાર. છવાણીના કરજે યત્ન, પાતક ઠંડી કરજે પુણ્ય; છાંણુ ઈંધણ ચૂલો જય, વાવરજે જિમ પાપ ન હોય. વ્રતની પેરે વાવરજે નીર, અણગળ નીર મ ધોઈશ ચીર; બ્રાવત વત સુધા પાળજે, અતિચાર સઘળાં ટાળજે, કહીયાં પન્નર કર્માદાન, પાપતણી પરહરજે ખાણ; માથે મ લેજે અનરથદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. સમકિત શુદ્ધ હૈડે રાખજે, બાલ વિચારીને ભાખજે; પાંચતિથિ મ કરે આરંભ, પાળે શિયળ તજી મનદંભ. તેલ તક વૃત દૂધ અને દહીં, ઉઘાડા મત મેલો સહી, ઉત્તમ ઠામે ખરચે વિત્ત, પરઉપગાર ધરે શુભ ચિત્ત. દિવસ ચરિમ કરજે વીહાર, ચારે આહાર તણે પરિહાર; દિવસ તણાં આવે પાપ, જિમ ભાંજે સઘળા સંતાપ. સંધ્યા આવશ્યક સાચવે; જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દઢ હવે, સાગારી અણસણ લઈ સૂવે. કરે મરથ મન એહવા, તીરથ શેત્રુજે જાયવા; સમેત શિખર આબૂ ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવને છે; આઠે કર્મ પડે પાતળા, પાપ તણા છૂટે આમળા. વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહે જીન હર્ષ ઘણે સસનેહ, કરણ દુઃખ હરણું છે એ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org