________________
(૧૮
પ્રાચીન સમઝાય મહેદધિ ભાગ-૧
એક આસન એક દૂરે જાય, સરિ જીવતે અંતર કાંય; જીવ પદારથ ઈમ નહિ મહી, ગુરૂ કહે સુણ રાજન ગહગહી. તનુ ઉપગરણ સવિ જૂનાં થયાં, સરિખા જીવ પણ કરમે ગ્રહ્યા; વળી કહે એક દિન ચાર ઝાલીએ, શૂલારોપ કરી ઉતારિયે. હિંસી તેલ્યો સરિખે થયો, જીવ અજીવ અધિક નવિ લહ્યો; ગુરૂ કહે દડો વાયે ભર્યો, ઠાલો તે સમ ઉતર્યો. તિમ એ જીવ ગુરૂ લઘુ નવિ હોય, વળી રાજા જપે ગુરૂ જોય; ચર ગ્રહી જોયો વધ કરી, ખંડ ખંડ કરી ફિરી ફિરી. નવિ લાવ્યા તે જીવ સુજાણ, કર્યો નિશ્ચય મેં જવ અડાણ, ગણધર કહે અરણ પાસાણ, અગ્નિ માંહિ અછે નુપ જાણ. નવિ દીસે તે બહિર મહીં, જીવ અ છે પણ દીસે નહીં; જપે ભૂપતિ ઘટઘટ થંભ, દીસે છે પણ જીવ અચંભ. કાં નજર નાવે રે જીવ, તેણે મુજ મન સંશય અતીય; આચારજ કહે સાંભળ ભૂપ, તરૂ હાલે છે વાયુ સરૂપ. તરૂ દીએ નવિ દીસે વાય, એહ સરૂપી જીવ કહેવાય; કહે નરપતિ કુંજર કુંથુઆ, સરીખા જીવ તે કે જુજુઆ. એક મેટે એક લઘુ નર હોય, એ સંશય મુજ હઈડે જોય; ગણધર કહે દી ગૃહ માંહિ, અજુઓળું કરે સઘળે ત્યાંહી. કુંડક મહિલ્યો તવ તિહાં, અજુઆળું વ્યાપે વળી જહાં તિમ એ જીવ તનુ વ્યાપી રહ્યો, ગુરુ લઘુ કાયાએ તિમ લહ્યો. દશમું પ્રશ્ન પૂછે નૃપ વલી, સાંભળે ગણ નાયક મન રૂલી; પેઢી ગત કિમ મુકુ ધર્મ, હોએ લાજ મુજ લાગે શર્મ. ગુરૂ કહે વ્યાપારી જીમ કેય, વ્યાપારે પહોંચે તું જોય; લોહખાણું દેખી તે ભરે, વળી તિહાંથી આઘા સંચરે. ત્રાંબુ દેખી છેડી લેહ, એક ન છ3 આણી મહ; રૂપું હેમ રણ ઈમ લીએ, એક ને છેડે લેતું લીએ. ઘરે આવ્યા ને લીલા કરે, લેક ગ્રાહક તે દુઃખી ફરે; તિમ કુજાત છડી આપણે, કહેણ કરો અમ જીમ સુખ ઘણે. તેહ વચન ની જ હયડે ધરે, ગુરૂવંદી ચરણે અનુસરે; સામી તે મુજ તાર્યો આજ, બેસાર્યો શીવપુરને રાજ, બાર વ્રત ગુરૂકને ઉચરી, શુદ્ધ શ્રાવકના ત્રત આદરી પહેલે દેવલેકે થયો દેવ, સૂર્યાભ નામ કરે સૂર સેવ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org