________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
સખી ચતરે ચિત્ત થકી, વાલમે વિહી; આવા દુ:ખના દહાડા કિમ જાય, ઉગે રવિ આથમેં; આંખ મિંચાણે મળી જાય રે; ઉઘાડે વેગળો; શામળીયે સિદ્ધ સ્વરૂપ સપનામાં આગળ. રમે હંસ યુગલ શુક માર, ચકોર સરોવર નિજ નાથ સહિયર ને સાથ, સુખે રમે વન ઘરે; મુખ મંજરી આંબા ડાળે કોયલ ટહુંકતાં; સખી વાતમાં વિત્યા વસંત, રૂએ રાજીમતિ. સખી વિશા વનમાં રે, હીચળા હિંચતાં કદલી વર કુલ બિછાય, ખુશીથી નાચતાં; સરોવર જળ કમળ કેલ, કરતા રાજવી; મુજ સરીખી છબીલી નાર, લગન લઈ લાજવી. જેઠ માસે જુલમનાં તાપ, તપતી ભૂતળાં; આઠ માસને મેઘ વિગ, બળે તરૂ કુમળાં, પશુ પંખી વિસામા ખાય રે, શીતળ છાયા તરૂ; મારે પિયુ વિના નહિ વસરામ, નાની ને નેતરું. સખી આવી માસ આષાઢ, ભરે જળ વાદળી; ગરજાર ટહુકે મેર, ઝબૂકે વીજળી વરસાદે વસુધા નવ પલવ હરીઆ ધરે; નદી નાળે ભરીયાં નીર, બપે પિયુ પિયું કરે.
માસે કરી તરૂ માળા, રમતાં પંખીયાં; વીત્યાં બારે માસ, પ્રીતમ ઘેર ન આવીયાં; શ્રાવણ સુદ છઠું સ્વામી, ગયા સહસાવને; લઈ સંયમ કેવળી થાય, દિન પંચાવને. નેમ મુખથી રાજુલ નવ ભવ, નેહ નિહાળતી; વૈરાગ સુધારસ લીન, સદા મન વાળતી; કાળાંતરે નેમ યાળ, તિહાં દેશના દીએ; પ્રભુ હાથ સાહેલી સાથ, રાજુલ દીક્ષા લીએ. લઈ કેવળ કરી પરિશાટન, બેહુ મુગતિ ગયા; બની પ્રીત તે સાદિ અનંત, ભાગ્યે ભેળા થયાં; શુભ વીર વિજય સુખ લીન, મગન વિશેષતા; લેક નાળની નાટક શાળ, સમયમાં દેખતાં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org