________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ સ્વામી મને સ્વનું લાધીયું, જાણે લંકા પ્રજાળી; રામચંદ્રજીએ બાણ સાધીયું, ત્યારે હું તો ઝબકીને જાગી. લૂટયા તે મંદિર માળીયા, લૂંટી બંસરી બજાર; મહેલ લૂંટયા રે રાવણ તણું, લૂંટી મંદોદરી રાણી.
સ્વામિ આપણું કઈ નહિ, નહિ ઉગરવાને આરે; - રાણીજીના વચન સુણ કરી, વિભીષણ, રાય ઉદાસી. હનુમન સુગ્રીવરાય વિરાજતાં, રામચંદ્રજી રાજા; અવન્તિમાં સૌ ફરી મલ્યા, કર્મ કર્યા છે કાચા. સ્વામી હું તો કહું છું તુમ ભણી, સીતા આપને પાછા; જશકીર્તિ વધે ઘણી, વાત હશે આછી. વિભીષણ કહે સુણો રાજવી, સીતા જગતની માતા; શિયલથી કદી ચૂકે નહિ, કોડ હોશે વાત. રાવણ કહે સુણે મંદોદરી, આપણ સી અધિકારી; કુંભ કર્ણ સરીખા બંધવા, શું કરશે દશરથનો . ન માને લંકાપતિ, એના કર્મ કઠોર; વારંવાર એને શું કહું, લખીયા લેખ વિધાતા. દલ લશ્કર લઈ કરી, રાજા રાવણ આવ્યો, લમણે રાવણને માર્યો, પહોંચે નરક મેઝાર. વિભીષણને રાજ્ય સેપી કરી, સીતા લઈ ઘર આવ્યા; અયોધ્યામાં હર્ષ વધામણ, મોતીડે વધાવ્યા. ધન ધન લક્ષમણ બાંધવા............. જસ ડકે દેઈ કરી, સેના લઈ ઘર આવ્યા; નગરીમાં હર્ષ વધામણાં, ઘેર ઘેર મંગલમાલ. સાસુજીને પાય લાગી કરી, સાસુએ દીધી આશીષ; દય પુત્ર જણજો પદ્મિની, કુળના હિતકારી. છેડયા તેહ મંદિર માળીયા, છોડયા ગરથ ભંડાર; સીતાએ સંયમ આદર્યો, પહત્યા બારમેં દેવલોક. નવ ગાથા પૂર્વે હતી, બાર કીધી છેબીજી જી; કરજેડીને મેઘ વિનવે, ગુરૂવાર ઉતારો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org