________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
સાંભળી પ્રભુની દેશનાં, પામ્યા તે વિરાગ; મહોત્સવ નરવર કરે, દીક્ષા લીએ મહાભાગ. કર્મ ઉદય આવ્યું તદા, નામે જે અંતરાય; મુનિવર સાથે જાય પણ, તેહને લાભ ન થાય. મુનિવર પૂછે તેમને, પ્રભુજી કે શિષ્ય કૃષ્ણ પુત્ર જગ જાણ, ઢંઢણ નામ મુનીશ. ધમી લેક વસે ઘણાં, મહા ધનવંત ઉદાર;
નગરી પામે નહિ, ભિક્ષા માત્ર લગાર. સ્વામી કહો કારણ કિડ્યું, કિશ્ય કર્મ કર્યું એણ; તવ પ્રભુ પૂરવભવ કહે, કર્મ સફલ નહિ જેણ.
ઢાળી-૨ (શ્રી શંકર ચંદ્રપ્રભુ રે લોલ) સાંભલો સાધુ સેહામણુ હો લોલ; કર્મ કર્યા ઈણે અતિ ઘણું રે લોલ; ધન્ય પૂરક નગરી વડે રે લોલ;
વિપ્ર પારાસર પરગડે રે લોલ. ખેતર વવારે રાયનાં રે લોલ, પાંચસે હળ સમુદાયનાં રે લોલ; માસ એકેક તણાવ રે લોલ, નિજ ખેતરે તે વવરાવતે રે લોલ. ભજન અવસર પણ થયે રે લોલ, સહજીવને અંતરાય કરે રે લોલ; કર્મ બંધાયું આકરૂં રે લોલ, ઉદયે આવ્યું તે પાધરૂં રે લોલ. તે સાંભળી વૈરાગીયે રે લોલ, ઢંઢણ શુભમતિ જાગી રે લોલ, કરે અભિગ્રહ એહો રે લોલ, નિજ લબ્ધ આહાર લેવો રે લોલ. એમ સહેતા માસ ષટુ થયા રે લોલ, હરિ નેમને વંદન ગયા રે લોલ; પૂછે છન એ મુનિવરા રે લોલ, એહમાં કેણ દુષ્કર કરાં રે લોલ. પ્રભુજી કહે ઢંઢણ મુનિ રે લોલ, પરિસહ સહે છે મહાગુણ રે લોલ, પ્રભુ વાંદી પાછા વળ્યા રે લોલ, પૂરમાં આવ્યાં ઉતાવળા રે લોલ. ઢંઢણુઋષિ સામા આવતા રે લોલ, દેખી હરિમન ભાવતા રે લોલ; ગજથી ઉતરી વંદિયા રે લોલ, હર્ષ મુનિ ગુણ ગાવતાં રે લોલ. મુજ અવતાર સફળ થયે રે લોલ, તમે નમતાં મુજ દુખ ગયાં રે લોલ; ઈમ એક શેઠ દેખી ચિંતવેરે લોલ, કૃષ્ણ ઈણપરે જે શીવે રે લોલ. તે પ્રાણ ધન્ય માનવી રે લોલ, ઘર તેડીને આણીએ રે લોલ; એમ ચિંતી તેડયા ઘરે રે લોલ, મેદિક ઠામ લીચે કહે રે લોલ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org