________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ ઢાળ : હવે રાજા ચિંતે, મુજ સમ અવર ન કેય,
હય ગય રથ પાયક, મણિ માણિક રિદ્ધિ હોય; તેણી પર કરી વંદુ છમ નવિ વંદ્યા કેણે,
અભિમાન ધરીને પડહ વજાત્રે તેણે. ઉથલે ? તેણે નયરીએ પડહ વજા, વેગે કરો સજાઈ,
વાહન અંગ સયલ શણગારો, જોઈએ તે લે ભાઈ; સેના રૂપા ઘાટ સામટા, સબલ સજાઈ કીજે;
અથિર દ્રવ્યથી સાસય સુખ જે, જનાવર વંદી લીજે. તાળ : ભદ્રજાતિ સરિખા, હાથી સહસ અઢાર;
વર હય પાંખરીયા, ચોવીશ લાખ ઉદાર; વર રથ જેતરીયા, દઢ એકવીશ હજાર;
એક સહસ સુખાસન, અંતે ઉર પરીવાર. ઉથલો : અંતે ઉરી સય પંચ મનોહર, સોળ સહસ્ત્ર રાજન્ ;
સેવા ચારે કેડી એકાણું પાચક ભીમ સમાન; સેલ હજાર ધજા લહકતી, ચામર ચીહે પખ સોહે,
મેઘાડંબર છત્ર બિરાજે, ભવિયણનાં મન મોહે. ઢાળ : ભલી કરીય સજાઈ પુર બાહિર જબ આવે,
પટ રાયવર ચડિયો, રાજા ઈમ ભાવે; ચતુરંગી સેના રિદ્ધિ દેખી ઈમ બેલે;
માહરી રિદ્ધિ આગળ અવર સહ તૃણ તોલે. ઉથલે : તૃણ તેલે મુજ આગળ સહુએ, એમ અભિમાને હરખે;
પહેલે કપે ઇદો બેઠે, અવધિ જ્ઞાને નીરખે;
નવર ભક્તિ કરે બહુ રાજા, પણ અભિમાને ચડીયે,
અનવર ભક્તિ કરી કે પૂજે, ત્રણ જગ આવે જડી. તાળ : ઈમ ચિંતી ઈંદો, ઐરાવણ સુર તેડ;
તે હરખે અંજલી, જેડી ઉભે નેડે; જીનવંદન જશું, માન ઉતારણ કાજ;
ઐરાવણ સરીખા, સહસ ચોસઠ ગજરાજ ઉથલ : ગજરાજ એક એકને મસ્તક, સેહે પાંચસે બાર;
મસ્તક મસ્તક આઠ દંતશૂળ, નેહે અતિહી સફાર, દંત દંત પ્રત્યે આઠ વાવી, વાવે આઠ આઠ કમળ કમલે કમલે લાખ પાંખડી, લાખ નાટક તિહાં વિમલ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org