________________
નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ વગેરે ગુણોને લીધે તે પૂર્વાપર કવિઓમાં ઉત્તમ સ્થાનને અધિકારી બની રહે છે. શૃંગારનું લાલિત્ય તેમજ જ્ઞાનભકિતની ભવ્યતાના નિરૂપણમાં એ સમર્થ સિદ્ધ થયેલ છે.
ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગરબા-ગરબીને સમૂહનૃત્યને પ્રકાર પ્રચલિત હશે એમ નરસિંહની આ પ્રકારની અલ્પસંખ્ય રચનાઓ ઉપરથી જાણવા મળે છે. (પ્રસ્તુત સંપાદનમાં ગરબી :-પદ ૪૦, ૪૧, ૧૦૯, ૧૫૪, ગરબા –પદ ૫૧, પર) -
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં દાણલીલાને કાવ્યપ્રકાર જણાતું નથી. ગુજરાતમાં તેમ જ ભારતમાં દાણલીલાનું ગાન કરનાર સૌ પ્રથમ નરસિંહ છે.
નરસિંહના જેવું રાગરાગિણીનું વિવિધ કૌશલ્ય (મીરાને અપવાદરૂપ ગણતાં) અન્ય કોઈ મધ્યકાલીન કવિમાં જણાતું નથી. વસંત, મહાર અને કેદાર જેવા શાસ્ત્રીય રાગોને તે ઉસ્તાદ ગાયક હતે. તદુપરાંત અહીં પંચમ, રામલી, દેવગાંધાર, આશાવરી, ધુવાર, સરડ, ગૌડી, બિલાવલ, પ્રભાત, રામગ્રી, સામેરી, ધન્યાશ્રી, માલવગેડી, સિંધૂડો વગેરે રાગની ઉત્તમ ભાવગૂંથણું થયેલી છે.
રૂપક, વર્ણસગાઈ દષ્ટાંત, અતિશયોક્તિ જેવા અલંકારમાં નરસિંહનું ચાતુર્ય જણાય છે.
નરસિંહ મહેતાનાં (કેટલાંક અદ્યાવધિ અપ્રકાશિત) પદ) ભાષાકીય દષ્ટિએ અત્યંત મહત્ત્વનાં છે. આશરે ૨૦૦-૩૦૦ વર્ષ જૂની હસ્તપ્રતોને આધારે આ પદસંકલન કર્યું છે. લહિયાઓએ કરેલા ફેરફારવાળી અને કઠોપકંઠ અદ્યતનતાવાળી જણાતી ભાષામાં પણ આપણને નરસિંહ અને લહિયાઓના સંક્રાન્ત સમયની ભાષાનાં ઉલ્લેખપાત્ર ચિદૃને મળી રહે છે. નમૂના રૂપે હું અલ્પ દષ્ટાન્ડે નોંધુ છું. (દષ્ટામાં પ્રથમ અંક પદને અને દ્વિતીય અંક કંડિકાને છે.) ‘આ’ : બ. વ. ને પ્રત્યય :
આહીરડાં ૧૦૧,૩, બહેરાં ૧૭૮,૨, ચુંદડીયાં ૧૩૮, ૨, ટીલડિયાં ૧૩૮, ૨, માંસુડાં (માટલાં) ૩૯૩ કથા : પાંચમી વિભકિત દર્શક અનુગ :
મંદરથા ૧૫૦,૫.
છઠ્ઠી વિભકિત દર્શક કા” (કિ, કી, કુ, કે, કો) જેવા હિંદી અનુગો; “ચા (ા, ચી, ચે, ચે, ઓ) વગેરે મરાઠી જેવા લાગતા પૂ. ગુ. ના અનુગો નેંધપાત્ર છે. જેમ કે :
દિલકુ લગી હે ટમેરી ૬૦/૧; રાધાજીકે ચીર ૬૪/૩; નરસૈયાઓ ૧૭૦/૬;
નરસૈયાએ ૧૭૪૫. સાતમી વિભક્તિમાં પ્રયુક્ત “આ જૂ. ગુ. ને પ્રત્યય, “ઇ-ઉ “એ- પ્રત્યય, એ મેં જ. ગુ. તે અનુગ અને લઘુપ્રયત્ન ‘ય’ (અનુગ તરીકે ઉલ્લેખનીય છે. જેમ કે,
હરખ વાઘે છે હઈઓ ઘણે રે ૧૭૭૫ ગાલે ટબકું કીધું ૭/૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org