SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ d Do| pc0 સેનપ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી तासु तासु संबुड-वियडासु चुलसीहलक्ख परिसंकडासु सीओसिण मिस्सजोणिसु सुइरं नियंतणा इति । હે ભગવનું પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વિનયોપધાન અત્યંત દુષ્કર બતાવ્યું આ તપની સેવામાં રોકાવું બાલજીવોથી કેમ બને? હે ગૌતમ ! જે કોઇ આ નિયંત્રણાને ન ઇચ્છે અને પંચમંગલ મહાશ્રુતસ્કંધ આદિ સૂત્રોને ઉપધાન કર્યા સિવાય ભણે, ભણાવે, ભણનારનું અનુમોદન કરે, તે પ્રિયધર્મી ન હોય, દેઢધર્મી ન હોય, અને ભક્તિમાન ન બને, અને સૂત્રની હીલના કરે. અર્થની હીલના કરે, અને સૂત્ર અર્થ ઉભયની હીલના કરે, અને ગુરુની હીલના કરનારો બને, જે સૂત્રની અને યાવત્ ગુરુની હીલના કરનાર હોય, તે અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની આશાતના કરનાર થાય, અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની આશાતના કરનારો થાય. જે શ્રુતજ્ઞાન, અરિહંત, સિદ્ધ અને સાધુઓની આશાતના કરનારો થાય. તે અનંત સંસાર સમુદ્રમાં રઝળે, અને સંવૃત વિવૃત ચૌરાશીલાખ સંખ્યાવાળી શીત, ઉષ્ણ અને મિશ્ર યોનિઓમાં લાંબો કાળ નિયંત્રણા ભોગવે, પરંતુ ઉપધાન કર્યા પહેલાં, જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે પણ અવસર મલ્ય વિલંબ કર્યા સિવાય વિધિપૂર્વક અવશ્ય ઉપધાન વહન કરી લેવા, હમણાં તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વિગેરેની અપેક્ષાએ લાભાલાભ વિચારીને ઉપધાન કર્યા સિવાય, નવકારમંત્ર વિગેરેનું પઠન પાઠન કરાતું દેખાય છે, તે આચરણાથી છે. આચરણાનું લક્ષણ ‘કલ્પભાષ્ય’ અને ‘ઉપદેશપદ' માં બતાવ્યું છે કે, કોઇ મહાનુભાવ ગીતાર્થ પુરુષે જે આચર્યુ હોય તેને બીજા ગીતાર્થોએ સાવધ ન હોવાથી, નિષેધ્યું ન હોય, પણ ઘણાઓએ અનુમોડ્યું હોય, તે આચરણ કહેવાય. આ આચરણા જિનાજ્ઞા સમાન છે” એમ ભાખ્યાદિક સૂત્રોમાં કહ્યું છે. ? ___ असढाइन्नणवज्जं गीअत्थ अवारियंति मज्झत्था । आयरणाविहु आणत्ति वयणओ सुबहु मन्नंति ॥ સરળ મહાનુભાવે છે અનવદ્ય આચર્યું, અને ગીતાર્થ પુરુષોએ નિવાર્યું ન હોય, તે આચરણા પણ આજ્ઞા છે. એ વચનથી મધ્યસ્થ પુરુષો તેને બહુ માન્ય કરે છે, એમ જાણવું, ૩-૧-૯-૩૫૮ પ્રશ્ન : ૧૪ ગુરુ પાસે ઉપધાન વિગેરે ક્રિયા કરનાર શ્રાવક સ્થાપના વચ્ચે અને ગુરુની વચ્ચે, પંચેન્દ્રિયની આડ પડતી હોય, તો ઉપધાન 8 વિધિ Doa Jain Education Iternation 2010_05 For Private & Personal use only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy