SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જેને આપસમાં બિલાડી અને ઉદરનું વર રાખતા હતા, ત્યહારે આજે એકત્રતાને પવન ફૂંકાઈ રહ્યો છે અને એવા પારસ્પરિક ઝઘડાઓ પ્રત્યે લેકે તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. ભવિષ્યમાં પાછો કે સમય આવશે, એને માટે અત્યાર થી કોઈ પણ વ્યક્તિ કંઇ પણ કહેવાને સમર્થ નથી. આવી જ રીતે કેઈસમય સ્વતંત્રતાની ઉદ્દઘોષણું કરે છે તો કોઈ સમય જનતા પર સુસ્તાઈને પડદો પાડે છે; કોઈ સમય સમભાવના પાઠ શીખવે છે, તો કોઈ સમય ખેંચાતાણીનું ક્ષેત્ર વિશાળ કરે છે. હે સમયનું આ પુસ્તકમાં કવિએ વર્ણન કર્યું છે, તે સમય લગભગ ખેંચાતાણી અને અઘટિત સ્વતંત્રતાનો હતો, એમ કહીએ તે કંઈ ખોટું નથી. વધુ ઉમેરીને કહીએ તે તે ધાર્મિક ઝનૂનતાનો પણ સમય હતો. એક બીજા ગચ્છવાળા, જનતાને પિતપોતાના વાડામાં લઈ જવાનો પ્રયત્નઅને તે નિમિત્તે એક બીજા સમુદાય ઉપર વાફબાણોને વરસાદ આજ સમયમાં વરસાવતા હતા અને તેમ કરીને ધાર્મિક લાગણીઓના આવેશમાં અસહિષ્ણુતા ખુલ્લી રીતે બતાવતા હતા. આ વીસમી સદીના નવયુવકે તે સત્તરમી સદીના સમયને ગમે તેવો ગણતા હોય, પણ આ લેખક હેને એક કમનસીબ સમય ગણવા છતાં પણ સર્વથા હાનિપ્રદ તે નથીજ ગણત. એક વિદ્વાનનું કથન છે અને તે અનુભવ સિદ્ધ છે કે “વિરોધના દાંતમાં ઉન્નતિ છે.” તે સમયમાં જે કંઈ બનાવો બન્યા, અને હેને આશ્રીને જે કંઈ લખાયું તે ભવિષ્ય કાળને માટે ઉપયોગીજ નિવડયું, નહિં તો તે પછીના કાળમાં સમાજનીજૈન સમાજની શી સ્થિતિ થાત ? તેની છિન્ન-ભિન્નતાની સીમા કેટલી આગળ વધી હત એની કોને ખબર છે? જેઓ ચાલુ સમયને એક ઉચ્ચ કોટીને સમય ગણી તે સત્તરમી શતાબ્દિનાં કાર્યો અને બનાવોથી ભડકી ઉઠતા હોય, અથવા છિ છિ કરવાને તૈયાર થતા હોય, તેઓ આ વીસમી સદીની વર્તમાન પરિસ્થિતિ ઉપર પણ જરા દૃષ્ટિપાત કરશે, તો તેમને જણાશે કે-જહે જમાનાને તેઓ સ્વતંત્રતાનો-વ્યક્તિ સ્વાતંત્ર્યનો જમાનો હોવાની ઉદ્દઘોષણ કરે છે, તે જમાનામાં પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને છીનવી લેવાના કયાં પ્રયત્ન નથી થતા ? કહેવાનો મતલબ કે કોઈ પણ સમયના બનાવે આપણું દષ્ટિએ આપણને ગમે તેવા ભાસતા હોય, પરંતુ તેથી ભડકવાની કે છિ:છિક કરવાની કંઈ આવશ્યક્તા નથી. ભવિષ્યમાં તેનું કેવું પરિણામ આવશે, એની શી ખબર છે ? કુદરતનાં કૃત્યોમાં જે કંઈ ગુસસંકેત રહેલ હોય છે, તેને જાણવાનું કે સમજવાનું કાર્ય, મનુષ્યની શક્તિથી બહારનું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy