________________
સંઘે મહેટા ઠાઠથી હેમનું સામૈયું કર્યું. છ વર્ષને વાઘજી હેની માતા સાથે આચાર્યને વંદન કરવા આવ્યો. કુંવરને જોતાં જ તેનાં ઉત્તમ લક્ષણે તરફ આચાર્યની દષ્ટિ ગઈ. હેનાં ઉત્તમ લક્ષણે જોઈ આચાર્ય સંઘ સમક્ષ કહ્યું: ‘જે આ છોકરે અમને મળે, તે તે મચ્છને આધાર થઈ શકે તેમ છે.” રાયભાણ અને સંઘે બાળકનાં માતા-પિતાને બોલાવી કહ્યું–“ગુરૂજીએ કહ્યું છે કે અમને સુખડી આપ અને તે સૂખડીમાં બીજું કંઈ નહિં, પણ આ છે કાજ.” બાળકના માતા-પિતાએ સંઘને જણાવ્યું કે–આ છેક આપનેજ છે. અમારી અનુમતિ છે. આપ ગુરૂમહારાજને ખુશીની સાથે આપી શકે છે.” સંઘે તે બાળક આચાર્યશ્રીને અર્પણ કર્યું. તે પછી સં. ૧૫૫૨ ની સાલમાં વાઘજી અને હેની બહેન-એ બન્નેએ એક સાથ દીક્ષા લીધી. વાઘજીનું નામ આનંદવિમલ રાખવામાં આવ્યું. - આનંદવિમલની બુદ્ધિ એવી નિર્મળ હતી કે–ગમે હે વિષય પણ તે ઝટ સમજી લે અને કંઠસ્થ પણ કરી લેત. હે ગુરૂ પાસે ગવહન કર્યા અને દ્વાદશાંગીને અભ્યાસ કર્યો. સં. ૧૫૬૮ માં હેમવિમલરિએ હેમને ઉપાધ્યાય પદ આપ્યું. પછી સિદ્ધપુરમાં હેટા ઉત્સવ પૂર્વક આચાર્યપદ હેમને મળ્યું. અને સં. ૧૫૭૦ માં તેની પદસ્થાપના થઈ. સોની જીવું અને જાગરાજે
૧ સિદ્ધપુર. વડોદરા સ્ટેટના કડી પ્રાંતમાં આવેલું આ ગામ અમદાવાદથી ઉત્તરમાં ૬૪ માઈલ ઉપર છે. લગભગ પંદર હજાર માણસની અહિં વસ્તી છે. આ ગામ સરસ્વતી નદીના કાંઠા ઉપર છે. શ્રીસ્થળના નામથી આ નગર પ્રસિદ્ધ છે. વહેરાઓની અહિં જહેમ વધારે વસ્તી છે, તેમ હિંદુઓનું તીર્થસ્થાન છે. ૫. મહિમાએ પિતાની ચિત્યપરિપાટી માં અહિં ત્રણ જૈન મંદિર અને હેમાં એકસે નેવું જિનબિંબ હોવાનું જણાવ્યું છે. (જૂઓ, પ્રાચીનતીર્થમાલાસંગ્રહ. પૂ. ૬૧. )
૨ સેની જીવું અને જાગરાજ. એઓ ખંભાતના રહેવાસી હતા. ડાભલામાં આવીને હેમણે પદમહોત્સવ કર્યો હતો. સેમવિમલસૂરિએ સં.
( ૮૨ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org