SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ એ શબ્દથી પિતાની લધુતા બતાવી છે. અનન્તર ત્રીજી કડીથી કવિ વિષયની શરૂઆત કરે છે. જહેને સાર આ પ્રમાણે છે: સુપ્રસિદ્ધ ગુજરાત દેશના પાલણપુર નગરમાં રૂદ્રપાલ નામને એક વ્યવહાર રહેતે હતો. હેની ધારલાદેવી નામની સ્ત્રી હતી. હેને સં. ૧૩૭૫માં ઉત્તમ સ્વસૂચિત પુત્ર ઉપન્ન થયે. મહેતા ઉત્સવ પૂર્વક હેનું નામ સમર રાખવામાં આવ્યું. અનુક્રમે બીજના ચંદ્રની માફક કુંવર વયથી વધવા લાગે, તેમ જ્ઞાનકલાઓમાં પણ પ્રવીણ થતે ગયે. કોઈ એક સમયે આ પાલણપુર નગરમાં મેહતિમિરને ૧ પાલણપુર, એ પાલણપુર એજન્સીનું મુખ્ય નગર છે. સંસ્કૃત ગ્રંથમાં આ નગરને “વલ્તાનપુર' ના નામથી ઉલ્લેખ કરેલ છે. “હીરસૌભાગ્યકાવ્ય” વિગેરેમાં આ નગરની પ્રાચીન જાહેરજલાલીનું સારું વર્ણન કરવામાં આવ્યું છે. આ નગરના રથાપક “પ્રફલાદનદેવ” કે જહેઓ ચંદ્રાવતીની પરમાર શાખાના રાજપૂત હતા અને હેના પિતાનું નામ “ધારાવર્ષદેવ' હતું, તેમણે “ વાથત્રામ' નામની સંસ્કૃત ગ્રંથ બનાવ્યો છે. આ ગ્રંથ વડોદરાની “ગાયકવાડ એરિયેન્ટલસરીઝ” ન. ૪ માં પ્રકટ થયો છે. આના ઉપરથી જણાય છે કે “ પ્રહલાદનદેવ' સં. ૧૨૨૦ થી ૧૨૬૫ સુધી યુવરાજાવસ્થામાં રહ્યો હતો. આ ગ્રંથની પ્રસ્તાવનામાં એ પણ જણાવ્યું છે કે– પૂર્ણભદ્ર “ અતિમુત્ર ' અહિં સં. ૧૨૮૨માં બનાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે આ નગર સંવત ૧૨૨૦થી ૧૨૮૨ના સમય દરમીયાન વસવેલું હોવું જોઈએ. આજ પ્રહલાદનદેવે અહિં પ્રહૂલાદનપાર્શ્વનાથ ” ની સ્થાપના કરી હતી અને તેથી જ આ ગામ પણ તીર્થ તરીકે ગણાયું છે. પાલણપુર એ ઇતિહાસ પ્રસિદ્ધ સ્થાન છે. જગદ્ગુરૂ હીરવિજયસૂરિ અને શ્રી સમસુંદરસૂરિ જેવા મહાન પુરુષોની જન્મભૂમી તરીકે પવિત્ર ગણાયેલું આ નગર છે. પ્રાચીન સમયમાં તો અહિં જૈનોની ઘણી વસ્તી હતી. અત્યારે પણ લગભગ ત્રણેક હજાર જેને અહિં વસે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy