________________
હેમના બીજા ભાઈ મોહનચંદ, શા. અષભદાસ વાઘજીના કલદીપક શા. ગુલાલચંદના, પુત્ર શા. ધર્મચંદ, શા. નાનચંદ, શા. રહિઆના પુત્ર શા. સૈભાગ્યચંદ, શા. સૂરચંદ સુંદરદાસ, શા. વસ્તુપાલના પુત્ર શા. મલકચંદ, રા. કલ્યાણમલજીના પુત્ર શા. ન્યાલચંદ, શા. હીરાણંદ, શા. પ્રેમચંદ, દેસી સિઘાના પુત્ર દેસી પનજી, ધનજી અને રતનજી, દેસી વાઘાના દેસી ગેલચંદ, દેસી એમજી, રવજીને દેસી નાનુ, લાલજી, દેસી સેમના દેસી પ્રેમા, દેસી આણંદજી, સા. તેજસી, અમરચંદ, વીરા, સા. રૂપચંદ, કલ્યાણમલ, સા. માણિકય, ડુંગરસીહ, સા. પામસી, સેમસી, સા. ગલાલચંદ, સા. તારાચંદ, ધનિયા, સા. તિલકસી, ટેકર, સા. હીરચંદ, સૂરચંદ, સા.તિલકસી રવજી, દેસી રૂપજી રવજી, સુમતિદાસ, સા. ગાડીદાસ, સા. હીરા, મેઘજી, બહેરા હીરા અને ઉદયસિંહ વિગેરે શ્રાવકે આવવા લાગ્યા. કાલુપુર, સિકંદરપુર, અહમદપુર, શેખપુર, મીરાપુર અને બીજા પરાંઓમાંથી શ્રાવકે આવવા લાગ્યા. અને પૂજ્યને પુજવા લાગ્યા, આવી રીતે શ્રાવક શ્રાવિકાઓએ કરેલી પૂજામાં ઘણા રૂપિયા એકઠા થયા.
વૃદ્ધિસાગરસૂરિ પ્રતિસમય અરિહંતનું ધ્યાન ધરવા લાગ્યા. ચોરાસી લાખ જીવનને ખમાવી લીધી અને પિતાના પાપની આલોચના કરી મિચ્છામિ દુક્કડદઈ દીધો. છેવટ ચાર શરણને આશ્રય લઈ સં. ૧૭૪૭ ના આ સ. ૩ ના દિવસે સવાપ્રહર દિવસ ચઢતાં સડસઠ વર્ષનું આયુષ્ય પૂરું કરી તેઓ સ્વર્ગવાસી થયા.
સૂરિજીને સ્વર્ગવાસ થતાં આખા સંઘને બહુ દુઃખ થયું. તે પછી ગુરૂના શબને સ્નાન કરાવી સુખડ, કેસર, કસ્તુરી અને કપૂર વિગેરે સુગંધિત પદાર્થોથી શ્રાવકે એ વિલેપન કર્યું. સુંદર વિમાન જેવી માંડવી બનાવી, હેમાં તેઓને પધરાવીને એક પવિત્ર ભૂમીમાં લઈ જઈ દસર અગર અને અઢારમણ સુખડથી સૂરિજીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પછી બધા સ્નાન કરી ઉપાશ્રયે આવ્યા,
( ૧૮ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org