SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વાદમાં શાહ શ્રીપાલના પુત્ર વાઘજી શાહે કરેલા ઉત્સવપૂર્વક રાજસાગરસૂરિએ હર્ષસાગરને આચાર્યપદવી આપી અને હેમનું નામ વૃદ્ધિસાગરસૂરિ પાડ્યું. તે પછી શાહ શાન્તિદાસના કુલના મુકુટમણિ સમાન શાહ પનછ અને હેના પત્ની દેવકીએ સં. ૧૭૦૭ ના વૈશાખ સુ. ૭ ના દિવસે અમદાવાદમાં જ હેમને વંદના મહત્સવ કર્યો. હવે શ્રીવૃદ્ધિસાગરસૂરિ પિતાની મીઠી વાણીથી ભવ્યજનોને પ્રતિબોધ કરતા અને અમદમાદિ સાધુ ધર્મનું પાલન કરતા દેશ-પરદેશમાં વિહાર કરવા લાગ્યા. દિવસે દિવસે શિષ્ય સમુદાય પણ વધતે ગયે. પોતાની મુસાફરીમાં હેમણે શંત્રુજય, ગિરિનાર, આબુ, ગોડી પાર્શ્વનાથ, રાણપુર, તારંગા, અને શંખેશ્વર વિગેરેની યાત્રાઓ પણ કરી. તેમજ છા, અમ, અને આંબિલ વિગેરે અનેક તપસ્યાઓ પણ કરી. સં. ૧૭૪૫ ના વૈશાખ વદિ ૨ ને મંગળવારના શુભ યેગમાં ગુરૂએ નિધિસાગર નામના શિષ્યમાં સંપૂર્ણ ગ્યતા જાણીને 1 શ્રીપાલ એ સત્તરમી શતાબ્દિના અમદાવાદના આગેવાન શેઠિયાઓ પૈકીના એક હતા. સાગરો અને વિજયના ઝઘડામાં તેઓ રસ લેતા હતા. તેઓ વિજયપક્ષમાં હતા અને તેથી દેવસાગરે નેમિસાગર ઉપર લખેલા એક પત્રમાં તેમને પોતાના પક્ષમાં લેવાની ભલામણ લખી હતી. જુઓ વિજયતિલકસૂરિ રાસ, પૃ. ૪૨. આ રીપાલે સં. ૧૬૬૮ ના ફાગણ વદિ ૧ ને રવિવારના દિવસે વિજયદેવસૂરિના સમયમાં ઉપાધ્યાય કલ્યાણવિજયના ઉપદેશથી સ્વકીય ભંડારમાં પિડશક વિવરણની પ્રતિ અને સં. ૧૬ ૬૭ માં તેમનાજ ઉપદેશથી સન્મતિતક પ્રથમ ખંડની પ્રતિ મૂકી હતી. આ પોડશક વિવરણની પ્રતિ પૂના–ડેક્ન કેલેજની લાયબ્રેરીમાં છે, અને સમ્મતિતકની પ્રતિ લીંબડીના ભંડારમાં છે. ૨ નિધિસાગર. એમને જન્મ ખંભાતમાં સં. ૧૭૨૮ ના ચૈત્ર સુદિ ૫ના દિવસે થયો હતો. જો કે હેમના પિતા હેમરાજ અને માતા રાજાબાઈ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy