________________
અહિં દરેક ચિત્રી પૂનમે મહેટે મેળો કરે. જિનચંદ્ર અને પાર્વનાથના પસાયથી ભાના અને નારાયણના ઘરે અખૂટ લક્ષમી થઈ. કવિ નારાયણની પ્રશંસા કરતાં કહે છે –
“ભંડારી ભાના સુતન નારાયણ નારાયણ રૂપ કિ;
દેવગુરૂરાગી ભાગભલ ઈસમ અવર ન દીઠ અનૂપકિ.” હું ૩૦ વળી નરસિંઘ અને સેઢા એ બે ભાઈઓ હતા. તારાચંદ, ખંગાર અને કપૂરચંદ એ કિરિયાવર કરનારા હતા. શ્રી પાર્શ્વનાથના પસાયથી હેમની ચડતી કલા થઈ. આ દેરાસર સિવાય હેમ બીજાં હે હે સેવાકાર્યો કર્યા, તે પણ ઉદારતાયુકત અને વ્યવધાન રહિત જ કર્યો.
હવે શ્રી જિનચંદની પાટે શ્રી જિનહર્ષસૂરિ થયા. તેઓ પણ પાર્શ્વનાથની સેવાથી વધારે પ્રતાપી થયા. હે કે અદેખાઈથી પ્રભુને માને નહિં, હેને ચક્કસ શિક્ષા કરતા. પહેલાં પણ અહિં ઘણા ચમત્કાર દેખાતા. પાસ વદિ ૧૦ ના દિવસે પાણીથી દીવ બળતે, સાતશેર લાપસીમાં સંઘ અને ગામ જમતું. રાજાએ પણ આ વાતની ખાતરી કરી હતી અને નિશ્ચય થતાં હેને જણાવ્યું હતું કે, આ દેવના દેવ અને બળવાનના બળવાન છે.
કાપડહેડાના સ્વયંભૂપાશ્વનાથના ચમત્કારોથી ચમત્કૃત થઈ કાપડહેડામાં બેસીને જિનહર્ષસૂરિના રાજ્યમાં શિષ્ય દયારને સં. ૧૬લ્પ માં આ રાસ રચે છે.
૧ સં. ૧૭૨૧ માં ઉપાધ્યાય શ્રી મેઘવિજયજીએ બનાવેલ “પાર્શ્વનાથ નામમાલા ' માં કાપડહેડાને પાર્શ્વનાથના તીર્થ તરીકે ઓળખાવ્યું છે. જૂએ, “પ્રાચીન તીર્થમાળાસંગ્રહ.” પૃ. ૧૫૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org