________________
ચોમાસુ પરૂ કર્યા પછી કાર્તિક વદિ ૧૪ ને હેમણે ચોવિહાર ઉપવાસ કર્યો. અમાવાસ્યાના દિવસે હવારની ક્રિયા કરીને વ્યાખ્યાન કર્યું અને તે પછી નવીનું પચખાણ કરી ગોચરી માટે નિકળ્યા. તેઓ એક શ્રાવકને હાં ગેચરી ગયા, હેવામાં કર્મયોગે એકાએક હેમને ચક્કર આવ્યું અને એકદમ હાંજ આયુષ્ય પરૂ કર્યું. કઈ પણ રેગ કે દુઃખ સિવાય ગુરૂને એકાએક દેહાન્ત થવાથી દરેકને બહુ આશ્ચર્ય અને શેક થયા. લેકે ભેગા થઈ ગયા અને નિવત્સવની તૈયારી કરવા માંડી. ચ, ચંદન, સૂખડ વિગેરે અનેક સુગંધિત પદાર્થો ભેગા કર્યા. તેમ નાણું વિગેરે ઉછાળતા ઉછાળતા ગુરૂને શહેર બહાર લઈ જઈને કાર્તિક વદિ અમાવાસ્યાને દિવસે અગ્નિસંસ્કાર કર્યો. તે પછી સત્યવિજય પંન્યાસનાં પગલાંની પાસે જ હેમનાં વૃદ્ધિવિજયજીનાં પગલાં પણ સ્થાપન કર્યા.
શ્રી વૃદ્ધિવિજયજીના શિષ્ય શ્રીહંસવિજયજીના સ્થનથી પન્યાસના ધર્મમિત્ર સુખસાગરે આ રાસ રચે છે.
(૧) આ, વૃદ્ધિવિજયજીના સંબંધમાં એક ખુલાસો કરવો જરૂરને છે. આ વૃદ્ધિવિજયજી, તે વૃદ્ધિવિજય નથી કે જહેમણે ઉપદેશમાળા–બાળાવબોધ અને જીવવિચાર સ્તવન બનાવ્યું છે. કારણ કે આ બન્નેના કર્તા પિતાને સત્યવિજયજીના શિષ્ય તરીકે ઓળખાવે છે. પ્રસ્તુત વૃદ્ધિવિજયજી તો કરવિજયજીના શિષ્ય છે. વળી જીવવિચાર સ્તવનના કર્તા. વૃદ્ધિવિજયજીએ સં. ૧૭૧૨ માં તો સ્તવન રચ્યું છે, જહારે પ્રસ્તુત વૃદ્ધિવિજયજીએ તો દીક્ષાજ સં. ૧૭૩૫ માં લીધી છે. સત્યવિજયજી પણ બન્ને જુદા જુદાજ છે. પ્રસ્તુત રાસમાં વર્ણન વેલ સત્યવિજયજી, વિજયસિંહસૂરિના શિષ્ય છે, હારે જીવવિચાર સ્તવન અને ઉપદેશમાલા-બાળાવબોધના કર્તા વૃદ્ધિવિજયજીના ગુરૂ સત્યવિજયજી તો, રત્નવિજયજીના ગુરૂભાઈ એટલે બીજા કોઈના ચેલા છે.
(૪૩)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org