________________
મહારાજ ! હુને દીક્ષા આપે” ગુરૂએ કહ્યું કે- હમારાં સ્વજન–સંબંધીઓની આજ્ઞા લઈને આવો.” એ ઘરે ગયો અને પિતાનાં સંબંધિયાની આજ્ઞા માગી. ઘરવાળાંએ ઘણી ઘણી ના પાડી પરન્ત હેણે પોતાની હઠ છોડી નહિં. આથી આખરે બધાએ રજા આપી. તે પછી બે સાધુનાં આવશ્યક સૂત્ર અને આચારોને અભ્યાસ કરવા લાગ્યા. છેવટે સં. ૧૭૩૫ની સાલમાં શુભ મુહૂર્તમાં હેણે ચાણસ્મામાં ભટેવા પાર્શ્વનાથને ભેટીને દીક્ષા લીધી. બોઘાના દોત્સવમાં ભાગ લેવાને પાટણના શ્રાવકો પણ આવ્યા હતા. શ્રી સત્યવિજય કવિરાજે બઘાને પોતાને હાથે દીક્ષા આપીને
(૧) સત્યવિજય, તેઓ લાડના રહીશ હતા. પિતાનું નામ વીરચંદ્ર હતું અને માતાનું નામ વીરમદે. મૂલનામ શિવરાજ હતું. ૧૪ વર્ષની વયે હેમણે વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સં. ૧૭૨૯ માં પંન્યાસપદ મળ્યું હતું અને સં. ૧૭૫૫ ના પિષ સુદિ ૧૨ શનિવારના દિવસે પાટણમાં સ્વર્ગવાસી થયા હતા. - સત્યવિજયજી પંન્યાસના નિર્વાણુના સંબંધમાં જુદા જુદા મતે પડે છે. પ્રસ્તુત વૃદ્ધિવિજયગણિ રાસમાં ચેખું લખ્યું છે કે – અનુક્રમેં સત્તર પંચાવને મન પામ્યા તે નિરવાણુ. મ૦ ૩
હારે જિનવિજયજી, પોતાના બનાવેલા કપૂરવિજયગણિ નિર્વાણ રાસમાં લખે છેઃ... ‘સત્તાવને પિસ માસ” શ્રી સત્યવિજય પન્યાસ આ૦ સ્વર્ગવાસ લહે નવ પદ ધ્યાન, પસાઉલે છે.
આ. ઈ. જેન રાસમાળા ભા. ૧, પૃ. ૧૨૩ અર્થાત આમાં નિર્વાણુ સંવત ૧૭૫૭ બતાવ્યો છે. બીજી તરફ જિનહષે સત્યવિજયજીનો નિર્વાણ રાસ” સં. ૧૭૫૬ ના મહા સુદિ ૧૦ ના દિવસે પૂરો કર્યો છે. આ ત્રણે મતોમાં સારો મત કો, તે એક વિચારવા જેવું છે. તો પણ એટલું તો સ્પષ્ટ દેખાય છે કે જિનવિજયજીને કથન પ્રમાણે તે ૧૭૫૭ નો સંવત તો તદન ટોજ છે. કારણ કે સં. ૧૭પ૬ ના મહા સુદિ દશમે તે હેમન નિર્વાણ રાસ બન્યું છે. હવે ૧૭૫૫ સાચે કે ૧૭૫૬, તેજ માત્ર વિચારવાનું રહે છે. જિનહષે, સત્યવિજયનિર્વાણુ રાસમાં, નિર્વાણ સંવત્ આવ્યો નથી; જહારે રાસ પૂર્ણ કર્યા સંવત આપ્યો છે. આથી
( ૪૧ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org