________________
રહ્યા, ને પછી ખંભાત આવવા નિકળ્યા. એક દિવસ અહિંના (ખભાતના) હંસરાજ દેસી સૂતા હતા. ત્યહાં હેમણે સ્વપ્નમાં ખીમાશાહના ઘરના ત્રીજે માળે ચંદ્ર જે. આ વાત હવારમાં હેમણે જાહેર કરી. એટલામાં હેમને ખબર મળી કે પ્રખ્યાત ગચ્છનાયક પધારે છે.... ક્ષમાસાગરસૂરિને આવતા જાણીને આખે સંઘ ટી ધૂમધામથી હેમની હામે ગયો. ગુરૂએ ખીમા શાહના ઘરના ત્રીજા માળે મુકામ કર્યો. તે પછી વિનયદેવસૂરિને ખબર મળી, એટલે તેઓ પાટણથી અમદાવાદ આવ્યા. અને ખંભાતથી ક્ષમાસાગર પણ વિહાર કરીને અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં બન્ને ગચ્છનાયકે ભેગા થયા. આથી લોકોને ઘણેજ આનંદ થયો, આપસમાં મળતા બને આચાર્યોનો પ્રેમ વધવા લાગે; વળી ક્ષમાસાગરને જો સંદેહ હતો, તે પણ વિનયદેવસૂરિઓ દૂર કર્યો.
એક વખત વિનયદેવસૂરિએ કહ્યું કે “આપણે બન્ને એક થઈ જઈએ, તે દૂધમાં સાકર ભળ્યા જેવું થાય.” ક્ષમાસાગરે કહ્યું -
હારે પણ એજ નિશ્ચય છે. હું હારા દેશમાં સંઘને સમઝાવાની ખાતર જાઉં છું.” એ પ્રમાણે વચન આપીને હર્ષથી બન્ને છૂટા પડ્યા. વિનયદેવસૂરિ વિહાર કરતા કરતા પાટણ વિગેરે શહેરોમાં થઈ પરિવાર સાથે વિચરતા વિચરતા અમદાવાદ આવ્યા. અમદાવાદને સંઘ બહુ ખુશી થશે અને મોટું સામૈયું કરીને હેમને શહેરમાં પધરાવ્યા.
અમદાવાદના શ્રીશ્રીમાલી વંશના માંગાભાઈના પુત્ર ટેકર શાહે વિચાર કર્યો કે-“હવે ગુરૂને સૂરિમંત્ર આપવાને પદમહાત્સવ કરીએ.” હેમણે કકેત્રીઓ લખીને ગામે ગામના સંઘેને તેડાવ્યા. ખંભાત અને પાટણના સંઘને તે ઘણેજ આનંદ થયે. તેઓ પણ અમદાવાદ આવ્યા. ઘણું સ્ત્રી પુરૂષો એકઠાં થયાં. સાધર્મિવાત્સલ્ય થયાં. અનેક પ્રભાવનાઓ થઈ અને શુભ લગ્ન સંઘ સમક્ષ ગુરૂને પદ પ્રદાનની ક્રિયાપૂર્વક સૂરિમંત્ર આપી, વિનયદેવસૂરિ નામ આપ્યું. હેમને ચતુર્વિધ સંઘે વંદણુ કરી. આવેલાં લેકેને
(૨૪)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org