________________
જય જય સબદ ભણઈ સહુ નરનારીના વૃંદ; જિનશાસનિ દિનકર ઊગીઉ આણંદવિમલસૂરિંદ. માગત લહઈ વધામણી સહુ પામઈ આણંદ જિનશાસનિ દિનકર ઊગી આણંદવિમલસૂરિંદ. સુરગુણમાહિ પુરંદર તિષમાહિ દિશૃંદ; તિમ જિનશાસનિ મંડાણુ શ્રીઆણંદવિમલસૂવિંદ.
ઢાલ
રાગ આસાફરી. દિનકર ઊગિઉ શ્રીજિનશાસનિ હૂઆ પુન્યપ્રકાસ; પૂજ્ય ઉદયવંતુ હજો પાટ તુમ્હારૂ પૂગી અમ્હારી આસ. ૮૨ મારૂઓડિ મેવાડ નિ માલવુ ગુજરાત સુજાણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારી આણ. પાટણ અહદાવાદ ચાંપાનેર બંબાવતી સુજાણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારી આણ. દક્ષિણ દેવગિરિ માંડવ ગંધાર સૂરત નિ કુંકણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારી આણ. સોરઠદેસ નિ સિંધુ સવાલષ પરઠેરૂ અહિઠાણું; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તમ્હારી આણુ; કાકરીચી સાચુરી જાલુર મંડેર દેસ મંડાણ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારી આણ. જોધપુર નિ તિવારી નાગુર મેવાત અતિ અભિરામ; જપિ નિરંતર શ્રાવક શ્રાવી પૂજ્ય તુમ્હારૂં નામ. અજમેરૂ આગરૂં હંસાર કેટ સીણુરૂં રાયસેણુ; ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારૂં નામ. દઢાલીઉ દેસ કોટડી મહિ કુંભમેરૂં અહિઠાણ ઉત્તમપુરૂષ જે ધરમના અરથી માનિ તહારૂં નામ.
(૧૨૩).
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org