________________
હવણુ સંપ્રતિ વીસ જિર્ણોદ તે છઈ કેવલજ્ઞાન દિશૃંદ; એ અધિકાર કહિઉ તેહ ભણું નિરમલ મતિ થાઈ આપણી. ૨૦ ૌતમ પ્રણમી જગગુરૂ પાય વચન વધારૂ ત્રિભુવનરાય, જબૂદીવ દક્ષિણારધ ભરથ તે કહિવા સ્વામી તું સમરથ. ૨૧ ૌતમ કહી તઈ રૂડી વાત ત્રિસઠિ શલાકા પુરૂષ વિખ્યાત તીર્થકર ચક્રવતી વાસુદેવ પ્રતિવાસુદેવ અનઈ બલદેવ. ૨૨ સહિસ બત્રીસઈ કહીઈ દેસ કેડિ છન્ને વલી ગામ નિવેસ; સહિસ બિહારિનગરહગામ સહસ અડતાલીસ પાટણ અભિરામ. અરધ ભરત વૈતાઢિ કરી ગંગા સિંધુ નદી પરિવરી; એણપરિ ષટપંડ પ્રમાણુ ચક્રવત્તિની વરતાઈ આણ. ૨૪ સ્વામીજી તાહરૂં તીરથ તારણ તરણનું સમરથ; સુણિ ગાયમ દુપસહ આચાર્ય તિહાં લગઈ માહરૂ પરિવાર. ૨૫ તેહમાહિ ઊપજસિ મુમતા ઘણું નહી મૂકઈ બાલ લીધા આપણા શ્રીજિનપ્રતિમા ઊથાપસઈ ઈણિપરિ કુમત બહુલ વ્યાપસઈ. ૨૬ ગ્રહસ્તપણુઈ તે ભણસઈ સૂત્ર વલી માનહી જિણઈ એહવા પૂત્ર, દયા દયા કરી મૂસ્યા લેક જિનમત પામી કીધું ફેક. ૨૭ અનુક્રમિ ગપતિ પાટહધણી તેહતણી સભા છઈ ઘણી; કુમતીનું સિઉં ચાલઈ પરાણ સત્યવાદીનું ઘણું મંડાણ ૨૮ સ્વામી તાહરાં વચન પ્રમાણુ ધિન માનવ જે વહઈ તુઝ આણ હું મૂરષ સિહું જાણું વિચાર જાણપણું છઈ શ્રુત આધાર. ર૯
દૂહા
૩૦
જિવંતુ જિનધર્મ સદા ચતુર્વિધ સંઘમાહિ જેહ, આણુ વહિ જિન તાહરી ભગતિં વાંદ તેહ. સાધુ દીઠઈ મન ઉલ્હસઈ અવગુણ નહી ચિત્તિ જેહ,
(૧૧૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org