________________
ઉપાધ્યાયે કહ્યું --“હમારે ઘેર છેકરાં થાય, પણ, હું મારું તે ત્વમે આપશો કે?” શેઠે હા કહી. એટલે ઉપાધ્યાયે ફરી કહ્યું કે
–“હમારે ત્યહાં સાત પુત્ર ને પાંચ પુત્રીઓ થશે. હેમાંથી એક પુત્ર હને આપ.” શેઠે તે કબૂલ કર્યું. ઉપાધ્યાય વિહાર કરી,
અર્થાત-જૈન શાસન, ઈંદ્રભૂતિ, સુધર્મા વંશ, કૌટિકગણ, વૈરીશાખા, ચાંદ્રકુલ, બૃહદગ૭ અને હેમાંની દેવાચાર્યવાળી નાગપુરીય શાખા, એ આઇને અમે નમસ્કાર કરીએ છીએ.
હવે એ સ્પષ્ટ કરવાની જરૂર રહેતી જ નથી કે નાગપુરી શાખાના ઉત્પાદક પદ્મપ્રભસૂરિ કે બીજું કઈ નહિં, પરન્તુ વાદિદેવસૂરિ જ છે. અને તે “નાગપુરમાં નિકળવાથી હેનું નામ “નાગપુરીયા શાખા” પડ્યું છે.
આ નાગપુરમાં હારે દેવસૂરિ પધાર્યા હતા, ત્યારે હાંને રાજા આ૬ - લાદન આચાર્યશ્રીનો ભક્ત થયો હતો. અને હેણે સાગ્રહ આચાર્યશ્રીને પિતાને હાં રાખ્યા હતા. આ વખતે રાજા સિદ્ધરાજ નાગપુર ઉપર ચઢી આવ્યો હતો અને નગરને ઘેરો ઘાલ્યો હતો. પરન્તુ તહેણે જાણ્યું કે આહૂલાદનના મિત્ર દેવસૂરિ નગરમાં બિરાજમાન છે, અને જહાં સુધી આચાર્ય નગરમાં છે, હાં સુધી હું જય મેળવી શકીશ નહિ, એટલે સિદ્ધરાજે ઘણી ભક્તિપૂર્વક આચા
શ્રીને પિતાના નગરમાં પધારવા માટે સાગ્રહ વિનતિ કરી હતી. વળી આજ નગરમાં વાદિદેવસૂરિએ ગુણચંદ્ર નામના દિગમ્બરને હરાવ્યો હતે.
આવી જ રીતે આ નગરમાં બીજી પણ ઘણીએ ઐતિહાસિક ઘટનાઓ બની છે. હેમાંની આ પણ છે – ૧ આણંદવિમલસૂરિએ અહિં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. ૨ હેમવિજયગણિએ “કથા રત્નાકર સં૦ ૧૬૫૭ ના અશાડ સુદિ ૧૪ ના
દિવસે અહિંજ બનાવ્યો હતે. ૩ સં. ૧૭૩૩ ના ૪ વદિ ૬ ના દિવસે વિજય રત્નસૂરિને સૂરિપદ અહિં જ
મળ્યું હતું. ૪ સુપ્રસિદ્ધ પેથડે અહિં એક જૈનમંદિર બનાવ્યું હતું.
(જૂઓ, ગુર્નાવલી, ૧૯૬.) ૫ અહિંના રહીશ દેહાના પુત્ર પૂનડે, સં૦ ૧૨૮૬ માં શત્રુંજયની યાત્રા માટે સંઘ કાવ્યો હતો.
(૧૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org