________________
દુહા, પિતરાઉ જે ગુણનિધિ પંચાયણ ગુણસીહ રાજ ચલાવઈ તે સહી સૂરસુભટમાહિ લીહ. પુત્ર તણું પરિ પાલીઈ અંતર નહી લગાર; નવ વરસ થાઈ સહી હરષ તણઉ નહી પાર. સંવત પનર તે તિરઈ શુભ મુહૂરતિ સુવિચાર સંઘ સહિત તે દ્વારિકા ચાલઈ બહૂ પરિવાર. પીતરીઉ સંઘવીથયઉ લકતણુઉ નહી પાર; સહસ ગમઈ સેજ વાલડી સેના ચતુરંગ સાર. નફેરી જેડાં ઘણું વાજઈ ગંભીર નીસાણું, મજલ મજલ રહતા સહી ચાલઈ સંઘ સુજાણ. શ્રીગિરિનારિઇ આવીયા ડેરા દિઈ અભિરામ; દિન નિ ત્રિણિ ભઈ તિહાં તિલ પડવા નહી ઠામ. ૮૯
ચાર ગતિ મઈ અનુભવી, એ ઢાલ, બે કુમર લઈ તિહાં મન માનતઈ ગઈએ, ચંગઈ એ વનવાડી જોઈ ભલાં એક તરૂવર હેઠઇ દેષઈ એ રંગમંડણ નામઈ એ; નામ એ પૂરણ વિદ્યા નિરમાલા એ. બહુ પરવારઈ પરવર્યા દીઠા રિષિરાજ એ, વિરાજઇ એ આવી ગુરૂચરણે નમઈ એ; ચગ્ય દિઈ દેશના પામઈ તે વઈરાગ એ, જાગઈ એ ઘરમતણુઈ રંગ રમઈ એ. દિઉ સંયમ અહ્મનઈ ભલું સંસાર અસાર એ, સાર એ ચારિત્ર છઈ ગુણને નિલઉ એક વણારીસ વલતું ભણઈ કિમ ચારિત્ર દીજઈ એ, ખજઈ એ પીતરીઉ તહ કુલતિલઉ એ.
( ૧૨ )
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org