________________
ઈસી વિમાસણ મનમાહિ કરઈ અધ્યારૂ તેડાવઈ ઘરઈ, શુભ મુહૂરત મન હરષઈ લીયઈ ભલી વસ્તુ પંડિતનઈ દિયઈ. ૬૩ કકતરી સઘલઈ મેકલઈ સગા સહુ તેડાવ્યા ભલઈ, મહુરત ઊપરિ આવ્યઉં સહુ નગરલોક હરષઈ મન બહુ ૬૪ નયરી સિણગારી સુવિચાર અમરપુરી દીસઈ અણસાર ઘરિ ઘરિ તોરણ મંગલમાલ ઘરિ ઘરિ હાથા દીયઈ રસાલ. ૬૫ ઘરિ ઘરિ ચંદ્રયા ચિત્રામ ઘરિ ઘરિ કેતુ બંધી અભિરામ; અગર ધૂપ પરિમલ વિસ્તરઈ ફૂલ પગર નગરમાહિ ભરઈ. ૬૬
દૂહા. નરપતિ ઘર અતિ દીપતઉ જિસ્ તે ઇદ્રવિમાન, કરઈ સજાઈ અતિ ઘણી ગાયઈ યાચક ગાન. સગા સહુ સંતોષીયા સંતેષઈ પરિવાર; વ્યવહારી મેલઈ ઘણા કહેતાં નાવઈ પાર.
હાલ ઉલાલાની. કુમરનઈ કરઈ શૃંગાર મસ્તક મુગટ અપાર; હરષઈ ઘેડઈ ચડાવઈ બહુ પષિ અમર હલાવઈ. આગલિ મહાજન ચાલઈ માતપિતા ઘણું માલ્હઈ; વાજિત્ર મધુરઇ એ સાદઈ વાજઈ અતિ ઘણું નાદઈ. નયરી લોક તે જોઈ હિયડઇ હરષ તે હેઈ; પશિ પગિ આપઈ એ દાન એક એકનઈ દિયઈ એ માન. ૭૧ સભાગિણિ ગીત ગાઈ મનમાહિ આનંદ થાઈ; પંડિતનઈ ઘરે આવઈ મેતી રાયણુ વધાવઈ. પંડિત માઈ ભણવઈ કુમારનઈ ભણતાં એ આવઈ; ષડીયા ફૂલી એ આપઈ માગત જન થિર થાપઈ. પીરાદક દસ બાર આપઈ સિણ અપાર; અધ્યારૂ મનિ હરષઈ વંછિત દાન તે પરષઈ. ભણું ગુણ ઘરિ આવઈ યાચકજન Íત ગાવઈ, દિનદિન ઉછવ છાજઇ બહુપરિ વાજિત્ર વાજઈ.
(૧૦)
90
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org