________________
વ્યવહારીએ આ હકીકત સાંભળી કહ્યું કે-“ખુશીની વાત છે છે કે કુલદીપક પુત્ર થશે.”
દિવસે પૂરા થયે પુત્રને જન્મ થયે. જોશીએ જન્મમુહૂર્ત ઉત્તમ હેવાનું કહ્યું. આનંદ ઉત્સવ થઈ રહ્યા અને કુંવરનું નામ નારાજ પાડયું. નારાજ પાંચ વર્ષનો થતાં હેને નિશાળે મૂક્યા. અને તે અનેક વિદ્યામાં પણ કુશળ થયે.
એક વખત તે રમત રમતે ઉપાશ્રયમાં ગયા અને શ્રીરત્નશેખરસૂરિને વંદન કર્યું. હારે તે ઉપાશ્રયથી બરાબર જાણીને
૧ આ આચાર્યનો જન્મ સં. ૧૪૫૭માં (મતાન્તરે ૧૪૫૨ માં), દીક્ષા સં. ૧૪૬૩ માં. પંડિતપદ સં. ૧૪૮૩ માં, વાચક પદ સં. ૧૪૯૩ માં. સૂરિપદ સં. ૧૫૦૨ માં અને સ્વર્ગ સં. ૧૫૧૭ના પિષ વદિ ૬. તેમણે શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ (સં.૧૪૯૬ માં ) શ્રાદ્ધવિધિસૂત્ર અને વૃત્તિ, આચારપ્રદી૫ (સં. ૧૫૧૬ માં), અને લઘુક્ષેત્ર સમાસ વિગેરે ઘણું ગ્રન્થો બનાવ્યા છે. વળી શ્રીલક્ષ્મીસાગરસૂરિ અને સોમદેવસૂરિ બનેને સૂરિપદ આપનાર પણ તેઓ જ છે. જિનબિંબો વિગેરેની પ્રતિષ્ઠાએ પણ આમણે ઘણી કરી છે, જહેવી કે-અજમેરની પાસેના ઠારપુરમાં નેમિજિનની, દેલવાડા (ઉદેપુર પાસેના)ના એક મંદિરમાં શત્રુંજય અને ગિરિનાર પર્વતના પની, (જૂઓ, દેવકુલપાટક. પૃ. ૧૧, લેખ નં. ૫) વિગેરે. આ સિવાય બીજી ધાતુની પંચતીર્થીઓની પ્રતિષ્ટાઓ પણ ઘણી કરી છે. જહેમાને માત્ર એકાદ લેખ અહિં આપવો અસ્થાને નહિ ગણાયઃ
“सं. १५१३ वर्षे येष्ट शु० ६ बुधे श्रीश्रीमालज्ञातयि व्य०मालदे सुत केल्हा भार्या हर्षु सुत माणिक भार्या माणिकिदे श्रेयसे सुत लषराजादियुतेन श्रीसुमतिनाथबिंब कारितं प्र० तपाश्रीरत्नशेखरसूरिभिः । पत्तनवास्तव्य । श्रीः॥" . (આ લેખવાળી પંચતીથી હાલ માંડલમાં શ્રીવાસુપુજ્યજીના મંદિરમાં છે.)
વળી આજ આચાર્યશ્રીના ઉપદેશથી, ઓશવાલવંશીય ખીમા અને હેવી સ્ત્રી બૈરી, તેને પુત્ર સહજ, અને હેની સ્ત્રી સહજલદેવી, તેને પુત્ર
[૨૬]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org