________________
“શ્રી પાસચંદસૂરીસરૂ યુગપ્રધાન મહિમા વિરાજિત, પંચમકાલિ વિશાલ જિણિ મુગતિ પંથ પ્રકટિય સુમિત,”
કહી ગુરૂને સ્તવે છે. આ કથન ઉપરથી સ્પષ્ટ જણાય છે કે શ્રીપાર્ધચંદ્રસૂરિએ ન મત. કાઢો. તે પછી કવિ રાસને ઉદ્દેશ જણાવતાં કહે છે –
તાસુતા પકજ નમી આણું મન ઉલ્લાસ વડતપગચ્છ ગુરૂ ગાઈયઈ પૂરઉ મનની આસ.” ૩
આ કથનમાં કવિએ રાસનાયક રાયચંદ્રસૂરિને વડતપગચ્છ. માં જણાવ્યા છે. આથી એમ અનુમાન થાય છે કે તે ગચ્છવાળાઓ પિતાને “પાસગંદગચ્છ” એ નામથી પાછળથી ઓળખાવા લાગ્યા છે.
એક લાખ જન પ્રમાણુવાળા જંબુદ્વીપની અંદર દક્ષિણભારતમાં રહેલે ગુર્જરદેશ શોભે છે કે જે દેશ વિનય, વિવેક અને વિચારના નિધાનરૂપ છે. આ ગુજરાતના જ બૂ (જંબુસર) શહેરમાં જાવડશા દેસી નામે એક વિખ્યાત ગ્રહસ્થ રહેતા હતા. હેને ઘરે તેની કમલાદે નામની પત્નીથી સં. ૧૬૦૬ ના ભાદરવા વદિ ૧ ને રવિવારે પુત્ર ઉત્પન્ન થયો કે જેહનું નામ રાયમલ્લ પાડવામાં આ
વ્યું. રાયમલ્લુ જન્મથી જ ઉત્તમ લક્ષણે વાળે હતે. કવિએ આ પ્રસંગે રાયમલ્લુના રૂપનું અને સાથે સાથે ઉત્તમ સામુદ્રિક ચિહ્નોનું ટૂંકુ, પણ જાણવા જેવું વર્ણન કર્યું છે.
રાયમલ્લકુંવર આઠવર્ષનો થયે, હારે હેને નિશાળે ભણવા બેસાડ્યો. થોડા વખતમાં તેણે વિદ્યા સંપાદન કરી પૂર્વના સંસ્કારોને લીધે રાયમલ્ક, પ્રારંભથી જ વિષયસુખ તરફ વૃણાની દષ્ટિવાળો રહેતા હતા. આવા પ્રસંગમાં વિચરતા વિચરતા શ્રીસમરચંદ્રસૂરિ જંબુસર આવ્યા. આ સમારચંદ્રસૂરિ, તે શ્રીપાધચંદ્રના શિષ્ય હતા, અને હેમનું મૂળથી વૃત્તાન્ત આ પ્રમાણે છે –
આબૂની પાસે હમીરપુરમાં પ્રાગ્વાટવંશીય વેલોશાહ અને વિમલાદેવી રહેતાં હતાં. એમના પુત્રે સાધુરત્ન પાસે દીક્ષા લીધી.
[૧૨].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org