________________
વસેં સેંર તલેટી તાસ ચાંપાનેર નામું શુવીલાસ; ગઢમઢ મંદર પલ પ્રકાસ સત ભુમીયાં ઉતમ આવાસ. વરણ અઢાર ત્યાં સુષિ વસે સભા દેષિ મન સુલસે; વૈપારીની નહી રે મણું સાતમેં હાટ સરઈયાં તણું. નિત્ય ચેકડીયાં કેડી કરે રેસાનાં મંદર વીસસે,
પાતસાહ તિહાં પરગડે રાજ્ય કરે મેંમ્મદ વેગડે, સતરસેંસ ગુજરને ધણિજિર્ણો મુજબલેં કીધી પેહવિ ઘણિ ૬ સવાલષ હંમર સેભતા દસ સોંસમાં ગજ દીપતા; સીતેર જાન બહાનેર એમરાઓ અવર ઘણાં છે રાંણુ રા. ૭ નગર સેઠ મેં ચાંપસી અહનિસ ધર્મ તણિ મતિ વસી; સેઠ સાથું માજન હાઇ એક દીવસ દરબારે જાઈ. મારાં મલિઓ દિધું માંન એમરાઓ સાલેષાન; પાન સાથે આવતા સેઠ અંબભાટ તવ દીઠે દષ્ટ. બે ઠો થઈબરદ હૈં જાન જાગ્ય તાગ્ય નિકલંક પરધાન; ચરંજીવી કહીને રહે માજન સામે કરજ વહે. બરદ કહે દકાલ દેહથ રાયે બંધ છેડણ સમરથ, રાયે થાપનાચ્ચારજ રૂપ જી જીવદયા પ્રતીભૂપ. કરણ કુબેંર બરદ બહૂધાર વડહથ જગડું અવતરિક બંખેં કહી કીરત અત્યઘણું તવ તે ષાને શ્રવણે શુંણિ. કીએ સલામ જાએ સલતાન પાતસાહ પ્રતે કહે ષાન; શુંણે બંબ ભાટ કી જાત દિયા ગરાસ તમેરા ષાત. બનિએકી કરતા હે પ્યાત તે એ બુરી ભીષારી જાત, બકાલસેં પડતા હૈ બેદ એસકા કહ્યું નવ જાણું ભેદ, બંબ બોલાવે પાતસાહ પાંમેં મનમેં ષાન ઉછાહ કાંઇક વાત સાહ મન વસી તેણે દલ ધીર મેંતો ચાંપસી. ૧૫ આ ભાટ કવ્ય તબહૂ ભણે જેને શુણિ શુર નર રણઝણે; તવ ઉતર પુછે પાતસાહ તમ બકાલસૈ પડતા હે કયાહ. ૧૬
[૬૬]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org