________________
१४०
સેની સંગ્રામ હઉ નર જેહ કલીકાલ અંબે કે તે; ઝંઝેડ પીથડ મેટે હુએ ભીમસાહ સરીષા નર જે. ૧૩૬ ઇમ અનેક પૂરૂષ જે થયા કીરત જગત જગ તેહની કહવાય; તેહની જોડ આવે નર એહ મત કે આણે મન સંદેહ. ૧૩૭ કુલ જગ ધન પરચે જે નર નાર તેહને જગ વલી ધન અવતાર ઉદેકરણ સંત સવલ જગીસ ષરચિ વિલસેં બહુલિ રિદ્ધ. ૧૩૮ આપે દાન કરણ જિમ એહ ન આઈ મન માંહે કીસે સંદેહ, સંઘ કાઢી લીધે સભાગ લાહણ કીધી જગ વિખ્યાત. ૧૩૯ જમાડ્યો દેશ ૨ વિખ્યાત ધન લાહો લીધે સુવિસાર; નિ કુલ કરતિ કીધી બહુ દેશ પ્રદેશે જાણે સહુ કે જાણે તુઠે કિરતાર કિ ચીત્રાવેલ ફલી ઉદાર , કિં કુલદેવિ પ્રગટ થઈ દેઈ વરને પાસે રહી.
૧૪૧ શંષ દિક્ષણાવ્રત આવ્યા બાર કામધેન દુઝિ ઘરિવાર, કિ તુઝને મલિ મેહનવેલ લક્ષમી વાસ કઉ તુઝ ગેહ. ૧૪૨ લક્ષમી નિત તુઝ પાસે રહે કીરત દેસ પ્રદેશ ફરેઈ એ અચરજ મુઝ મનમાંહિ થાય સહુ કે લીલ કરે તુહ્મ પસાય. ૧૪૩ ભિષત જગ આવે જદ ભૂપું કેઈ ન જાઈ તદા ઈમ ઘર માંડ્યો દિદિકાર ધન ધન જગમાંહ તુજ અવતાર. ૧૪૪ જિન સાસન આપું દાન સહુ જિન સાસન પામેં પ્રઘલા માંન; માંગણ આ ભીમસાહ પાસ તે નર પાંઈ બહુ સુલવાસ. ૧૪૫
કવિત. મિલે ગંગાને નીર તે અવર નીર કિમ પીજે, મિલેં મીત્ર અતિ ઉચ તે નીચ સંગતિ કિંમ કીજે; મિલે મેંગલ મદમત પાએ પાલે કુણુ ચલે, મિલેં સાલુ ને ચીર તો અંગ બાસર કુણુ ઉઢિ, મિલેં સાયા કપઠ્ઠમ તે બાવલી તિલે કુંણ બિસઈ, કવિ કહે નર ગુણીએણે મિંદર એડિ કઈ મસાણે રહું. ૧૪૬
[ ૬૧]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org