________________
નિ વે દ ન જિન ભક્તિ નામની આ પુસ્તિકામાં નિત્ય ચિંતન-મનન-સ્વાધ્યાય કરવા યોગ્ય સંસ્કૃત-પ્રાકૃત ભાવવાહી તેત્ર-સ્ત અને પ્રકરણે રજુ કરવામાં આવ્યા છે. તેને ભાવાનુવાદ પરમ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પરમ પૂજય પ્રશાતમૂર્તિ પંન્યાસજી પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવરશ્રીએ અગાઉ કરેલ હતા. અને તે વખતે તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ હતી. પૂ. પંન્યાસજી મ. સા. ની સરળ, સવચ્છ અને ભાવવાહી અનુવાદ ધારા માટે પૂછવું જ શું હતું ? એક તે શ્વેત ઉજજવલ દક્ષિણવંત શંખ હોય અને તેમાં નિર્મળ દૂધ ભરવામાં આવ્યું હોય તો તે જેમ દીપી નીકળે છે, તેમ એક તો આમાં શ્રતકેવલી જ્ઞાની ભગવંતેનું સ્મરણ કરાવે તેવા મહાપુરૂષોની મહાને પ્રભાવશાળી મૂળ કાવ્યરચના અને બીજી પ્રભુભક્તિ તથા જીવમૈત્રીના રંગથી રગેરગમાં રંગાઈ જવા માટે જેમને દીર્ઘકાલીન સતત ઉત્કટ
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org