SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ શાસનપ્રભાવક શાસ્ત્રીય ગ્રંથો તથા ખીજા અનેક ગ્રંથાના સ’શોધક-સંપાદક—ઉદ્ધારક તરીકે દાયકાઓ સુધી કામગીરી કરી તે તેમને અમરતા બન્ને એટલી મહાન છે. એવા એ મહાત્માનું વતન કપડવંજ, એ નગર પહેલેથી જ ધર્મના રંગે રંગાયેલુ છે, એમાં ભાગ્યે જ એવું ઘર હશે, જ્યાંથી કેઈ ભાઈ કે બહેન સયમમાગે` સચયું ન હાય ! કેટલાંક દૃષ્ટાંતા તે એવાં છે કે એક કુટુંબના બધા જ સભ્યાએ સંયમ સ્વીકાર્ય હાય ! ભૂતકાળમાં ડેકિયું કરીએ તે, આગમસૂત્રેામાંનાં નવ અગસૂત્રેા પર વિશદ ટીકા રચનાર શ્રી અભયદેવસૂરિજી મહારાજની એ નિર્વાણભૂમિ છે. અને વમાનમાં નિહાળીએ તે, એ સમ આગમાદ્વારકાની જન્મભૂમિ છે એમાંના એક તે પૂ. આગમેદ્ધારક આચાર્ય શ્રીમદ્ વિજયસાગરાનંદસૂરિજી મહારાજ અને બીજા તે પૂ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પૂ. શ્રી પુણ્યવિજયજીના જન્મ સ` ૧૯૫૬ના કારતક સુદ પાંચમ ( એટલે કે જ્ઞાનપાંચમ / લાભપાંચમ )ને દિવસે થયેા હતે. પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ માણેકબહેન હતું. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં; તેમાંથી આ એક પુત્ર જ ઊછર્યાં હતેા. તેમનું સંસારી નામ મણિલાલ હતુ. મણિલાલ ચાર-છ મહિનાના હતા ત્યારે માલ્લામાં લાગેલી આગમાંથી આબાદ રીતે ઊગરી ગયા હતા. પર`તુ, તેમનું જીવન કોઈ અપૂર્વ ઘટના માટે જ ઊગયુ હોય તેમ, ૨૭ વષઁની વયે માણેકબહેન વિધવા થયાં. જીવનયાપન માટે વૈરાગ્ય જ સાચા માર્ગ છે એમ માનતાં—સ્વીકારતાં માણેકબહેનને ૧૪ વર્ષના મણિલાલની ચિંતા વળગેલી હતી. પરંતુ કાઇ ધન્ય પળે એમનામાં વિચાર ઝબકચા કે, પુત્રને પણ ધ`મય સયમપથે સાથે શા માટે ન લેવા ? છેવટે બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યુ. સ. ૧૯૬૫ના મહા વદ પાંચમને શુભ દિવસે છાણી મુકામે પૂ. મુનિવર્ય"શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી. મણિલાલ મુનિ શ્રી પુણ્યવિજયજી અન્યા. એ દિવસ પછી ધર્મપરાયણ માતાએ પણ પાલીતાણા મુકામે દીક્ષા લીધી અને સાધ્વીશ્રી રત્નશ્રીજી મહારાજ તરીકે ૫૭-૫૮ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાય પાળી ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યાં. દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અભ્યાસનિમગ્ન બની ગયા. એમાં દાદાગુરુ અને ગુરુવર્ય શ્રીની વિદ્યાનિષ્ઠાનું તેજ ભળ્યું. પૂજ્યશ્રીના શાસ્ત્રગ્રંથોના ઉદ્ધાર કરવાને રસ વધુ ને વધુ કેળવાતા ગયા. અન્ય પાસેથી માદન મેળવવામાં કઈ નાનપ નહીં. પતિવ શ્રી સુખલાલજીને પોતાના વિદ્યાગુરુ કહેવામાં ગૌરવ અનુભવતા. આગળ જતાં, પ્રાચીન લિપિઓ અને પ્રતાને ઉકેલવામાં પારંગત થયા. પાઠાંતરો નોંધવાં, પાઠાંતરોના નિર્ણય કરવા, પ્રેસકેાપી તૈયાર કરવી, સમગ્ર ગ્રંથનું સુર્યેાગ્ય સ'કલન–સ'પાદન કરવુ, પ્રકાશને કરવાં – એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવા લાગ્યા. જૈન ધર્મના સિદ્ધાંતોની સ્પષ્ટતા માટે અન્ય ધર્મગ્રંથેાના પણ ઊ"ડા અભ્યાસ કર્યાં. ઔદ્ધ ધમ અને હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથાનુ' ગહન અધ્યયન કર્યું. પરિણામે, પૂજ્યશ્રી ભારતવની સંસ્કૃતિ, વિદ્યા, કળા, સાહિત્ય આદિના પ્રકાંડ પંડિત બની રહ્યા. તદુપરાંત, તેઓ જૈન આગમેાના અજોડ અને સમ જ્ઞાતા અન્યા. જૈનસાહિત્યના આ વિશાળ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy