SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૨૩૭ વિચારથી અને દીર્ઘદૃષ્ટિથી તેમને (મારવાડી) સં. ૧૧૬૭ના અષાઢ સુદિ ૬ ને દિવસે આચાર્યપદ પ્રદાન કર્યું. ચિત્તોડનાં દેરાસરમાં ચૈત્યવાસીઓનું પ્રભુત્વ હતું. કલ્યાણુકેના દિવસેમાં શ્રી જિનવલ્લભસૂરિને પ્રવેશ ન મળવાના કારણે તેઓએ ભાદરવા વદિ ૧૦ના દિવસે ભગવાન મહવીરસ્વામીની ગર્ભાપહારતિથિને કલ્યાણક તરીકે જાહેર કરી પ્રવેશ કર્યો હતો. તીર્થંકરનાં પાંચને બદલે છ કલ્યાણકાની પ્રરૂપણ કરતાં તેઓ એક સ્વતંત્ર ગચ્છના પ્રતિષ્ઠાપક બન્યા. તેમની શિષ્ય પરંપરામાંથી મધુકરગચ્છ, ખરતરગચ્છ અને રુદ્રપલીયગચ્છ નીકળ્યા. આચાર્ય જિનવલ્લભસૂરિ સમર્થ વિદ્વત્તા અને પ્રભાવક્તાના કારણે શ્રીસંઘમાં બહુમાન ધરાવતા હતા. તે સમયે જેન શ્રમણમાં તેમનું સ્થાન ઊંચું હતું. તેમના ગ્રંથ માન્ય લેખાતા હતા. આચાર્ય થયા પછી માત્ર છ મહિનામાં, વિ. સં. ૧૧૬૭ના કારતક માસમાં તેમને સ્વર્ગવાસ થયો. તેમના સ્વર્ગવાસ સમયે એ ગચ્છમાં આઠ આચાર્યો હતા. ગ્રંથરચના : શ્રી જિનવલ્લભસૂરિએ ગણિપદ પ્રાપ્ત કર્યા બાદ ઘણું ગ્રંથની રચના કરી હતી, જેની વિગત આ મુજબ છે. ૧. પિંડવિહિપગરણ૨. સૂક્ષ્માર્થસિદ્ધાંતવિચાર, ૩. ષડશીતિઆગમિકવસ્તુવિચાર, ૪. પેષણવિધિપ્રકરણ, ૫. સંઘપટ્ટક, ૬. પ્રતિક્રમણ સમાચારી, ૭. ધર્મશિક્ષા, ૮. ધર્મોપદેશ-દ્વાદશકુલસંગ્રહ, ૯. પ્રશ્નોત્તર–ષષ્ટિશતક, ૧૦. શૃંગારશતક, ૧૧. સ્વપ્નાષ્ટક વિચાર સંગ્રહ, ૧૨. ચિત્રકાવ્ય, ૧૩. લઘુ અજિતશાંતિસ્તવ, ૧૪. ભાવારિવારણસ્તોત્ર, ૧૫. પંચકલ્યાણક સ્તોત્ર, ૧૫. જિનર્તોત્ર, ૧૭, પાWતેત્ર, ૧૮. વીરવ, ૧૯અષ્ટસપ્તતિકા વગેરે. ઉપરાંત, શ્રી જિનવલ્લભસૂરિએ ચિત્તોડ, નાગોર, નસ્વર અને મરુપુરમાં વિ. સં. ૧૧૬૪ માં અષ્ટસપ્તતિકા, સંઘપટ્ટક તથા ધર્મશિક્ષા આદિ ગ્રંથ શિલાપટ્ટમાં કંડારાવ્યા હતા. વિ. સં. ૧૧૨૫ માં શ્રી જિનચંદ્રસૂરિએ રચેલી “સંવેગ રંગશાલા”નું સંશોધન કર્યું હતું. તદુપરાંત, તેઓશ્રીના લખેલા ગ્રંથ ઉપર અનેક વિદ્વદ્ આચાર્યાદિ મુનિ મહારાજે એ વિવરણ, દીપિકા, અવચૂરિકા, પંજિકા, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ, ટિપ્પણ વગેરેની રચના કરી છે. મહા તપસ્વી, નિ:સ્પૃહી, અલગારી, મલધારીગચ્છના પ્રવર્તક તેમ જ રાજા-મહારાજા, મંત્રીઓ, શ્રેષ્ઠિઓ અને જનગણમાં મહાન પ્રભાવી મલધારી આચાર્યશ્રી અભયદેવસૂરિજી મહારાજ ચિત્તોડના સુપ્રસિદ્ધ રાજા અલ્લટે અલવર વસાવ્યું અને રાણી હરિદેવીના નામથી હર્ષ પુર વસાવ્યું. પુષ્કર પાસેનું હોટ એ જ હર્ષ પુર હતું. ત્યાં શ્રીસંઘે આચાર્ય પ્રિયગ્રંથસૂરિની મઝિમ શાખાના પ્રશ્નવાહનકુલના આચાર્યોને પધરાવ્યા અને ત્યારથી એ પ્રશ્નવાહનકુલના શ્રમણ હર્ષ પુરીયગ૭થી પ્રસિદ્ધ થયા. તેમના શિષ્ય આચાર્ય અભયદેવસૂરિથી હર્ષ પુરીયગચ્છનું નામ માલધારગચ્છ” પડ્યું. આમ, આ અભયદેવસૂરિ “માલધારગચ્છના પ્રવર્તક અને હર્ષપુરીયગચ્છના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy