________________
૬૫૯
૨. દ્વીપસમુદ્રાધિકાર લવણસમુદ્ર અને ઉત્તરે રુકમી અને દક્ષિણે નીલવંત પર્વતે આવેલા છે. આ બન્ને ક્ષેત્રની પૂર્વ પશ્ચિમની લંબાઈનું માપ ૭૩૯૦૧૭ યોજન પ્રમાણ અને ઉત્તરદક્ષિણના વિસ્તારનું મા૫ ૮૪ર૧૦ જન પ્રમાણ સરખું જ છે. ૧૦. વિદેહ ક્ષેત્ર –
નિષેધપર્વત અને નીલવંત પર્વતની વચ્ચેનું તે ક્ષેત્ર વિદેહ કે મહાવિદેહ કહેવાય છે. તેની પૂર્વ અને પશ્ચિમે તો લવણસમુદ્ર જ છે. આ વિદેહ છે તો એક જ; પણ તેની વચ્ચે મેરુપર્વત હોવાથી તેના બે વિભાગ થઈ જાય છે–પૂર્વ વિદેહ અને પશ્ચિમવિદેહ. આખું વિદેહ ક્ષેત્ર પૂર્વ અને પશ્ચિમમાં લાંબું એકલાખ યોજન પ્રમાણ છે અને ઉત્તર દક્ષિણમાં પહેલું ૩૩૬૮૪ર યોજન પ્રમાણ છે. પૂર્વ અને પશ્ચિમ વિદેહની પહોળાઈ (ઉત્તરદક્ષિણ) તો સરખી જ છે એટલે કે યોજન ૩૩૬૮૪ પ્રમાણ છે. અને તેમની પૂર્વ પશ્ચિમ લંબાઈ પણ સરખી છે એટલે કે જંબુદ્વીપના એક લાખોજનમાંથી મેરુપર્વતના વિસ્તારના ૧૦૦૦૦
જન બાદ કરતાં ૯૦૦૦૦ એજન રહે છે. આની અડધી લંબાઈ અને ક્ષેત્રની છે–એટલે કે પ્રત્યેકની ૪૫૦૦૦ જન પ્રમાણ છે. ૧૧. દેવકુર અને ઉત્તરકુરુ ક્ષેત્રો –
આ બને કુરુઓ મહાવિદેહમાં જ આવેલા છે. વિદેહની દક્ષિણે નિષધ અને ઉત્તરે જલ પર્વત આવેલા છે. તે બને પર્વતમાંથી ગજદંતાકારે બબે ગજદંતગિરિ નીકળીને મેરુ તરફ વિસ્તાર પામેલા છે. એટલે કે એ બને પર્વતની બબ્બે શાખા નીકળીને ઠેઠ મેરુને સ્પર્શે છે. એ શાખા ગજદંતાકારે હોવાથી બે શાખાનો આકાર અર્ધચંદ્રાકાર થાય છે. નિષધની બને શાખાની વચ્ચે દેવમુરુ અને નીલની બને શાખાની વચ્ચે ઉત્તરકુરુ છે. આ બન્ને ક્ષેત્રો અર્ધચંદ્રાકારે છે, અને સરખા વિસ્તારવાળાં છે. વિદેહને કુલ વિસ્તાર ૩૩૬૮૪ર યોજન પ્રમાણ છે. તેમાંથી વચ્ચે આવેલા મેરુના દશહજાર યોજન બાદ કરતાં બાકી ર૩૬૮૪યોજન પ્રમાણ રહે છે તે બને કુરુનું છે. તેનુ અર્ધ કરીએ એટલે પ્રત્યેક કુરનું સરખું પ્રમાણ મળી આવે તે આ–૧૧૮૪ર યોજન પ્રમાણ. આ ઉત્તરદક્ષિણ વિસ્તારના યોજનનું માપ છે. તેને ઇષ કહેવામાં આવે છે. પ્રત્યેક કુરની છવા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org