________________
૨૪
વિવરણ વિના માત્ર ગણુનાઓ આપી દેવી. પણ આમાં તે પ્રથમ સૂત્ર ૬૯૧માં જે જીવોએ ભગવાન મહાવીરના શાસનમાં તીર્થકર નામ ગોત્ર નિષ્પન્ન કર્યું તેવા નવનાં નામ ગણાવ્યાં છે. તેમાં ભાવી તીર્થકર રાજા શ્રેણિકનું નામ પણ છે. સૂત્ર ૬૯રમાં આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામ ધર્મને ઉપદેશ આપીને જે જે સિદ્ધ થશે તેવા નવનાં નામ ગણાવ્યાં છે. આમાં શ્રેણિક કે વિમલવાહનનું નામ નથી. અને ત્યાર પછી સૂત્ર ૬૯૩માં રાજા શ્રેણિકને જીવ વિમલવાહન તીર્થકર થઈને શું શું કરશે તે વર્ણવ્યું છે. આમ આ સૂત્ર અહીં અસંબદ્ધ રીતે ગોઠવી દેવામાં આવ્યું છે એટલું જ નહિ પણ તેની પદ્ધતિ પણ સમગ્ર ગ્રન્થની નિશ્ચિત પદ્ધતિથી જુદી જ પડે છે. તેમાં માત્ર વિમલવાહનનું ચરિત્ર વર્ણવ્યું છે જે સમગ્ર ગ્રન્થથી જુદુ તરી આવે છે. તેને પ્રસ્તુત નવની સંખ્યા સાથે કશે જ સંબંધ નથી. આથી એમ કહી શકાય કે વિમલવાહનનું ચરિત્ર ગમે ત્યારે પણ કોઈએ સ્થાનાંગમાં ગોઠવી દીધું છે, તે પ્રાથમિક સંકલનાનું નથી.
આ જ પ્રમાણે સૂત્ર ૬ ૦૭માં (પૃ. ૬૪૬) નંદીશ્વરદીપના અંચનક પર્વતનું વર્ણન આપવામાં આવ્યું છે. તે જોતાં પણ એમ લાગે છે કે સંખ્યા ચારના ક્રમમાં ચાર અંચનક પર્વતનાં નામ આવે તેમાં કશું જ અગ્ય નથી. પણ અહીં તો તે પર્વતનું વિસ્તૃત વર્ણન પણ છે. તે બતાવે છે કે એ વર્ણનનો ભાગ તો નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયો છે.
આ જ વસ્તુ સૂત્ર ૧૩૫ (પૃ. ૮) જેમાં ત્રણને પ્રત્યુપકાર દુષ્કર છે તે બતાવવામાં આવ્યું છે, તેને પણ લાગુ પડે છે. તેમાં પણ માત્ર ગણતરી નથી પણ વિવરણ છે. આને મળતાં બીજાં સૂત્રો પણ છે જેમને વિષે નિશ્ચિતપણે કહી શકાય તેમ છે કે તે બધાનું વિવરણ પાછળથી જ ઉમેરાયું છે. જેમકે સુખશય્યા (પૃ. ૨૯), દુઃખશય્યા (પૃ. ૩૦), મેહનીય સ્થાને (પૃ. ૬૪), માયાવી (૫૦ ૧૩૭), વિર્ભાગજ્ઞાન (પૃ. ૨૬૯) આદિ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org