________________
સ્થાનાંગસમવાયાંગઃ ૧ ત્યાં ઉત્કૃષ્ટ ૩૩ સાગર આયુ ભોગવે – અને તે દમિયાન તે સમ્યગ્દષ્ટિ હોવાથી તેનું લબ્ધિરૂપ મતિજ્ઞાન કાયમ રહે છે. ત્યાંથી આયપૂર્ણ થયે વળી પાછો મનુષ્યમાં આવે અને દીક્ષા લે. ત્યાં પણ તેનું લબ્ધિરૂપ મતિજ્ઞાન કાયમ રહે. અને તે જે અવસ્થામાં પૂર્વ કેષ્ટિ આયુ ભેગવી વળી પાછા કઈ પણ અનુત્તરમાં ૩૩ સાગર આયુ ભગવે. તે દરમિયાન પણ સમ્પષ્ટિ હોવાથી મતિજ્ઞાન કાયમ રહે. ત્યાંથી આયુ પૂર્ણ થયે વળી પાછો મનુષ્ય થાય, ત્યાં પણ તેનું મતિજ્ઞાન કાયમ રહે – અને સાધુપણું પાળી પૂર્વકેટિનું આયુ પૂર્ણ કરી સિદ્ધ થાય. આ રીતે એ જીવની અપેક્ષાએ અનુત્તરના બે ભવના ૬૬ સાગરોપમ અને મનુષ્યના ત્રણ ભવના ત્રણ પૂર્વ ટિ—- અધિક – એટલો ઉત્કૃષ્ટ સમય મતિજ્ઞાન કાયમ રહે છે.
અથવા તે જ કેઈ જીવ અનુત્તરના બદલે અય્યત દેવલોકમાં – જેનું ઉત્કૃષ્ટ આયુ ૨૨ સાગર છે તેમાં ત્રણ વાર ઉત્પન્ન થાય અને મનુષ્યના ચાર ભવ કરે તો --- તેની અપેક્ષાએ પણ ૬૬ સાગરેપમ અને ચારપૂર્વકેટિ સમય પર્યન્ત મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.- જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાત્ર ૪૩૪–૪૩૬. ૭. અબાધા અને નિષેક
સામાન્ય નિયમ એવો છે કે કર્મબન્ધ થયા પછી તરત જ તે તે કર્મ પિતાને વિષાક દેવાનું શરૂ કરતાં નથી; પણ અબાધાકાળ વ્યતીત થયા પછી જ વિપાક શરૂ થાય છે. તેથી જેટલા સમયમાં તે બાધ નથી આપતાં, તેટલા સમયને અબાધાકાળ કહેવામાં આવે છે. પ્રત્યેક કર્મની જધન્ય બંધસ્થિતિને જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત છે. પણ આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ માટે પણ અબાધાકાળ અંતમુહૂત જ છે. આયુ સિવાયના કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માટે અબાધાકાળનો એવો નિયમ છે કે, જેની જેટલી કટાકેટી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, તેટલા સે વર્ષને તેને ઉત્કૃષ્ટ અબાધાકાળ સમજવો. અબાધાકાળ પૂરો થયા પછી કમંદલિકોની નિષેક રચના થાય છે અને તે રચનાને ક્રમે દૃલિકે વિપાક આપવાનું શરૂ કરે છે. નિષેકરચનાને ક્રમ એ છે કે પ્રથમ સમયમાં વિપાક આપનારા દલિક ઝાઝા ગોઠવાય છે અને પછીના સમયમાં વિપાક આપનારા દલિક મશઃ ન્યૂન ન્યૂન હોય છે. આ પ્રમાણે સંપૂર્ણ અબાધારહિત સ્થિતિમાં કમંદલિકે ગોઠવાઈ જાય છે તે નિરચના કહેવાય છે. વિશેષ માટે જુઓ પાંચ કર્મગ્રંથ, ટીકા ગા૦ ૨૭–૩૯,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org