________________
૫૮
મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ
જિમ શિષ્ય વલી ૨ વિદ્યા અભ્યસઈ તિમ સામાયક. દેસાવગાસિક વલી ૨ કરઈ. એ બાર વ્રતના અતીચાર દિવસ સંબંધીયા પડિકમલે !
- હિવે પહિલું અણુવ્રત કહીંઈ. પઠમે અણુવ્યયમી પહિલઈ અણુવ્રતિ. શૂલ મોટા બેંદ્રિયાદિક જીવના નખ દાંત અસ્થિ ચર્માદિનકનઈ કારણિ જીવહિંસાની વિરતિ. આય૦ કિસિઈ હૂંતઈ અપ્રશસ્તભાવિ ધંતઈ ક્રોધાદિત ઉદર્યિ પામ્યઈ હૂતઈપ્રાણાતિપાનનું વિષઈ પ્રમાદના પ્રસંગ લગી જે અતીચાર લાગઉ ૯ હિવે તે અતીચારનાં મલેઈ કહઈ બહ બંધ. છ વિકેએ. બધ કહીઈ. ક્રોધાદિકના વશિ લગી. દ્વિપદાદિકનઈ લાકડીઈ કરી. નિર્કસ થાય દિઈ તે પધ અનઈ બંધ. રાહુ ઈં કરી બાંધિવ૬. ઠવિછેએ કવિચ્છેદ કાન, નાદ ગલ કંબલનઉ છેદિવઉં. અઈભારે અધિકઉ ભાર ઊંટ પોઠિ રાસભ વેસરનઈ જેતલી શક્તિ હુઈ તેતલાનું અધિક ભાર. લોભિઈ વાહિલ ઘાતઈ.
હિવ ભત્તાણવુચ્છેએ ભાત પાણીનઉં. નિવારિવઉ અથ વેલા ટાલી દીજઈ. એ પહિલા વ્રતના પ અતીચાર માહિ જે કાંઈ પાપ લાગઉં. પહિક્ક0 તે દિવસ સંબંધિ ઉ પડિકમઉં. મંલિ ગૃહસ્થ આપણા પુત્ર પુત્રી ભાર્યા દાસ દાસી ઘુરિ લાગઈ. તિમ આસંક માહિ રાખઈ. જિમ બાંધ્યા કૂદ્યા પાખઈ સ્વયમેવ આજ્ઞા માનઈ. થોડા નિમ બાંધીઈ. જિમ ગલવુઉ ગલઈ પાલવણઈ લાગઈ. તત્કાલ છૂટઈ. બલદ ઊટનઈ તેતઉ ભાર ઘાતીઈ. જેતઉ સુખિઈ ઊપાડઈ. વારિપાણીની ચિંતા વેલાઈ કીજઈ. તેહનાં વઈદા કરાવીશું. તહી દયાસહિત ઠરાવીશું.
હિવે શિષ્ય પૂછઈ. શ્રાવકનઈ જીવ મારિવા નેમ છઈ. તુ બધબાંધાતિ કરતાં હું દોષ ? ગુરૂ કહઈ. સાંભલિ વચ્છ, વ્રતના અંતરંગ બાહ્યાનું જિ વારઈ બધ બંધાદિ કરઈ તિ વારઈ દયા નથી. તે ભણી અંતરંગિ જ જોઈશું તુ વ્રત ભાગઉ. પણિ તે કૂટતાં આફખાખન સબલ લગી મૂઉ નહી તે ભણી બ્રાહ્મપણઈ વ્રત આખઉં રહિઉ, તુ કાંઈ ભાગઉં. કાંઈ આકઉં. તે ભણી અતીચાર કહીઈઈંમ સાલે અતીચારનઉ ભેદ જાણિવઉ. એ પહિલા વ્રત ઊપરિ સૂરનઈ ચંદ્રની કથા જાણિવી. | ૧.૧૦
હિવે બીજઉં અણુવ્રત કહીઈ. બી અણુવ્યય મી બીજઈ અણુવ્રતિ મોટG અલીક ન બોલી ઈ. તેહના પાંચ ભેદ, નિર્દોષ કન્યાનઈ સદોષપણઉં એ કન્કાલીક ૧. દ્વિપદ સઘલુઈ એ માહિ આવિવું. થોડઉ દૂધ દેતી ગાઈનઈ ઘણું દૂધ દેતી કહીંઈ. ઈમ ચઉષ્પદ વિષઈG સર્વ ગવાલીક બીજઉં / ૨. પારકી ભુઈંનઈ આપણી કહીશું. એ ત્રીજઉ ભૂમિની અલીક ૩. ઠવણી મોસઉ ધનાદિક ઉલવાઈ. ૪ કૂડી સાખિ દિઈ તે પાંચમઉં. ૫. એ પાંચઈ નામ લેઈ કહ્યાં. અનેરાઈ કૂડા રહા કાઢિવા. વેસાસ ઘાત ઈત્યાદિ. મોટાં કૂડાં ન બોલિવાં. એ આયરિય. અપ્રશસ્ત પાડૂઈં. ભાવિ કરી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org