________________
આમુખ જૈન આગમ સાહિત્યમાં “આવશ્યકસૂત્ર'નું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. “આવશ્યકસૂત્ર' ઉપર આચાર્ય ભદ્રબાહુસૂરિએ લખેલી નિયુક્તિ વિશે અનેક ટીકાઓ રચાઈ છે. આચાર્ય જિનભદ્રસૂરિનું વિશેષાવશ્યક ભાષ્ય અને માલધારી, હેમચંદ્રની વ્યાખ્યા પણ પ્રસિદ્ધ છે. “પડાવશ્યક બાલાવબોધ'ના રચયિતા મેરુસુંદરગણિએ તરુણપ્રભસૂરિના આવશ્યકસૂટ ઉપર રચાયેલ બાલાવબોધને અનુલક્ષીને ઈ.સ.ની ૧૬મી સદીના પૂર્વાર્ધમાં સ્વયં આ બાલાવબોધની રચના કરી
કૃતિને અંતે આપેલી પુષ્પિકામાં જણાવ્યા અનુસાર વિ.સં. ૧૫૭૫, શ્રાવણ સુદિ ૪ (ઈ.સ. ૧૫૧૯, ૩૦ જુલાઈ)ના દિવસે ખરતર ગચ્છના નાયક જિનરાજસૂરિના પટ્ટાલંકાર શ્રી જિનભદ્રસૂરિના પટ્ટમાં થઈ ગયેલ સુવિદિતસૂરિ શિરોમણિ પૂજય શ્રી જિનચંદ્રસૂરિના આદેશથી મંડપમહાદુર્ગમાં શ્રીસંઘની અભ્યર્થનાથી વાચનાચાર્ય રત્નમૂર્તિગણિના શિષ્યરત્ન મેરુસુંદરગણિએ “શ્રીષડાવશ્યક ભાષ્ય' ઉપર બાલાવબોધની રચના કરી.
આ બાલાવબોધના સંપાદિકા ડૉ. નિરંજના વોરા જૂની ગુજરાતી ભાષાના વિશેષ અભ્યાસી છે. પ્રાકૃત ભાષાના પણ તેઓ વિદુષી અને જ્ઞાતા છે. તેમણે મેરુસુંદરગણિની આ કૃતિની, અમદાવાદની લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંગૃહીત હસ્તપ્રતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી, તેનો સમગ્ર પાઠ ઊકેલી અહીં પ્રસ્તુત કર્યો છે. કૃતિની પ્રસ્તાવનામાં પડાવશ્યક કર્મ વિશે વિશ્લેષણાત્મક માહિતી આપી. મેરુસુંદરગણિના “પડાવશ્યક બાલાવબોધ'નું સમીક્ષાત્મક નિરૂપણ કર્યું છે. સાથે સાથે એનો સંક્ષિપ્ત સાર પણ આપ્યો છે. પરિશિષ્ટમાં આવશ્યકસૂત્રનો મૂળ પાઠ પ્રાકૃતમાં અને એની છાયા સંસ્કૃતમાં આપી છે. અંતે ષડાવશ્યક કર્મ સાથે સંલગ્ન
સ્તુતિઓ અને સ્તોત્રો તેમજ આ બાલાવબોધ અંતર્ગત આવતી દૃષ્ટાંત કથાઓ પણ પ્રસ્તુત કરવામાં આવી છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રચાયેલા બાલાવબોધોનું સવિશેષ મહત્ત્વ છે. એમાં સંસ્કૃત, પ્રાકૃત ભાષાની કૃતિઓને લોકભાષા દ્વારા સરળ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. બાલાવબોધ ઉપરાંત સ્તબક અને ટબાની ગદ્યરચનાઓ પણ ગુજરાતી ભાષામાં પ્રચલિત છે. એમાં મૂળ ગ્રંથના અનુવાદ, સમજૂતી, શબ્દાર્થ વગેરે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org