________________
ઉત્તર
૧૨ પ્રશ્ન
ઉત્તર
ભગવંતે જવાબમાં ફરમાવ્યું કે હે જયંતી! શ્રાવિકા, પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્, મિથ્યાત્વ નામના પાપ સ્થાનકોના સેવનથી, સેવન કરાવવાથી અને મન, વચન કાયાથી એમનું અનુમોદન કરવાથી, પ્રશંસાદિ કરવાથી જીવ ભારે કર્મી બને છે. ભારે વજનદાર પદાર્થો જેમ નીચેની તરફ જાય છે તેમ તેવા જીવો, અધોગતિ એટલે નરકગતિ તથા તિર્યંચ ગતિમાં જ જાય છે. જ્યાં સ્પષ્ટ, અસ્પષ્ટ વેદનાઓ ભોગવવાની હોય છે. હે ભગવંત! સુપ્તત્વ (ઊંઘવું) સારું કહેવાય કે જાગતાં રહેવું સારું કહેવાય? ભગવંતે જવાબમાં ફરમાવ્યું કે કેટલાક જીવો ઊંઘતા રહે તે જ સારું છે અને કેટલાક જીવો જાગતાં રહે તે સારું છે. મનુષ્ય જન્મ મેળવીને અધર્મ, ખાન-પાન-વ્યવહારમાં મસ્ત, સમ્યક, શ્રુત અને ચારિત્ર વગરના, ધર્મ અને ધર્મના પ્રસંગોને વિકૃતરૂપે બોલનારા, ધાર્મિક વ્યવહારનો ત્યાગ કરી હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગૃહ રૂપ અધર્મની ધર્મ ગણી આચરનારા, દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યે રાગ નહિ રાખનારા, અધર્મ આચાર-વિચારમાં જીવનપૂર્ણ કરનારા, આ પ્રમાણે આઠ પ્રકારના જીવો ઊંઘતા સારા જાણવા. આનાથી વિરુદ્ધ જેઓ ધાર્મિક છે. ધર્મના વાતાવરણમાં મગ્ન છે, ધાર્મિક આચાર-વિચારનું અનુસરણ કરનારા છે તેવા પુરુષો જાગતા સારા તેઓ વિષયમય સંસારમાંથી અમૃતમય આસ્વાદ કરે છે. પરમાણું એટલે શું?
૧૩ પ્રશ્ન
૨૫)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org