SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ માંગીએ છીએ. પણ તમે અજાણ્યા સાથે નાનેથી શરૂ કરી ધીરે ધીરે મોટો વેપાર કરતા થાવ. જો દગો કરે તો ધંધો બંધ ક૨વો અથવા છોડી દો. એટલે તમને પણ શક્તિ ધીરે ધીરે મળતી જાય, કેમ? તમે બધાને ધર્મમાં ૨સ લેતા બનાવવાનું કહ્યું તેથી હવે તમે શક્તિ બાબતમાં છેતરપીંડી કરો તો શું થાય? ભિખારી નાસ્તા માટે પૈસા માંગી દારૂ પીએ કે જુગા૨ ૨મે તો બીજીવાર તમે દાન ન આપો તેમ તમે પણ પ્રભુને છેતર્યા તેનું પરિણામ એવું જ આવે. આજે બધાં દુ:ખી છે કારણ કે શક્તિ ધર્મ માટે માંગી અને વાપરી સંસારી કામમાં. જ્ઞાન, ધન, તન, ધર્મ માટે આપ્યું અને છેતરીને મજા કરવામાં વાપર્યું. ૧૦૭૦મનોજપ્રભાવનાની ઘણા લોકો ટીકા કરી લાંચ કહેતા હોય છે રંજનબેન તેનું શું? સ્કૂલમાં રમતગમતમાં હરિફાઈમાં કે આપણાં સગા આપણે સારૂં કામ કરીએ ત્યારે ઈનામ કે ભેટ આપે છે. એ લાંચ થોડી છે ? તમને એવું અથવા એથી સારૂં કામ કરવાનું મન તથા જુસ્સો આવે તે માટે જ ને ? તો પછી તમે ધર્મનું કંઈક સારૂં કામ કર્યું તેમાં કંઈ ભેટ આપે તે લાંચ ન કહેવાય. આ ભેટ વધુ ધર્મ ક૨વામાં, બધાને પ્રભાવિત કરે છે તેથી પ્રભાવના કહેવાય છે. લાંચમાં આપીને લેનાર પાસેથી કંઈક લેવાનું હોય છે ત્યારે અહીં તો આપીને લેવાનું નથી. ફક્ત એવું કરતાં રહો એટલી શુભેચ્છા જ આપતા રહેવાનું. ૧૦૭૧ સરોજ પંડિતજીએ છપદ (ષડપ૬) તો સમજ્યાં પરંતુ તમે મહાવીરસ્વામીએ કહેલા ખૂબ જ મહત્ત્વની છ વાત હવે કહો? Jain Education International 2010_03 ४०७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy