________________
દર્શનના અભ્યાસની સરળતા કરી આપવાની સાથે એક અભ્યાસી તરીકે ઉદ્ભવતી શંકાઓનું નિવારણ કરીને આ ગ્રંથમાળા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અર્વાચીન જૈન પ્રશ્નોત્તર સાહિત્યમાં પૂ.શ્રીનું પ્રદાન પ્રથમ કોટીનું છે. આ ગ્રંથો દ્વારા પૂ.શ્રીની શ્રુતજ્ઞાન ભક્તિની સાથે આપણા આ ભવ્યવારસાને લોકભોગ્ય બનાવવા માટેનો એમનો ભગીરથ પુરૂષાર્થ અનુકરણીય અને અનુમોદનીય છે.
અત્રે ઉદાહરણ રૂપે કર્મગ્રંથ ૧, જીવવિચાર, નવતત્ત્વ અને દંડકના પ્રશ્નોત્તરોનો પરિચય આપ્યો છે. પ્રથમ કર્મગ્રંથ, આઠ કર્મની માહિતી પ્રદાન કરે છે અન્ય કર્મગ્રંથના પ્રશ્નોત્તરો અભ્યાસ વિષયક હોવાથી અત્રે પ્રશ્નો નોંધવામાં આવ્યા નથી.
કર્મ ગ્રંથ ભા. ૧ પ્રશ્નોત્તરી જૈન દર્શન શાસ્ત્રના કર્મવાદને કેન્દ્રમાં રાખીને કર્મગ્રંથ પ્રશ્નોત્તર શ્રેણી કર્મવાદનાં તલસ્પર્શી રહસ્યને પામવા માટે અનન્ય સહાયક પુસ્તક છે. કર્મવાદના અભ્યાસથી કર્મનું સ્વરૂપ, કર્મબંધના પ્રકાર, કર્મની મૂળ પ્રકૃતિઓનો સ્વભાવ અને સ્વરૂપ વગેરે બાબતો વિસ્તારથી પ્રશ્નોત્તરી રૂપે પૂ. નરવાહનવિજયજીએ પ્રગટ કરી છે. કર્મગ્રંથની મૂળ ગાથાઓ અને અર્થ અભ્યાસ કર્યો હોય તેને માટે આ વિષયને વધુ સ્પષ્ટને દઢ રીતે ગ્રહણ કરવા માટે પ્રશ્નોત્તરી સ્વાધ્યાયરૂપે ઉપયોગી નીવડે તેવી છે. જેમને કર્મગ્રંથનો અભ્યાસ કર્યો નથી તેને કર્મવાદના ગહન વિચારોને જાણવા માટે પ્રથમ સોપાન સમાન પ્રશ્નોત્તરી ગ્રંથ છે. એક જૈન તરીકે કર્મવાદના સ્વરૂપને જાણવા અને કર્મબંધથી અટકવા માટે તેનું સ્વરૂપ આ રીતે જાણવાથી જૈનત્વનું બિરૂદ સાર્થક થાય તેમ છે.
અત્રે કર્મવાદના પ્રાથમિક પરિચયરૂપે પ્રથમ કર્મગ્રંથની પ્રશ્નોત્તરીમાંથી ઉદાહરણરૂપે કેટલાક પ્રશ્નોની નોંધ આપવામાં આવી છે. આ ગ્રંથમાં કુલ ૫૧૨ પ્રશ્નોત્તર છે. વિશેષ જીજ્ઞાસા માટે કર્મગ્રંથની પ્રશ્નોત્તરીના મૂળ
(૧૬)
૧૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org