________________
૧૬૪ પ્રશ્ન
ઉત્તર
૧૬૫ પ્રશ્ન
ઉત્તર
થતું હોવાથી જેમ બંનેને રૂપિયા જ કહેવાય છે તેમ પરમાત્માની મૂર્તિ પણ પરમાત્માનો બોધ કરાવનાર હોવાથી તેને પણ પરમાત્માની ઉપમા આપી શકાય છે.
આત્માની ઉન્નતિ માટે પંચેન્દ્રિય સાધુનું અવલંબન સ્વીકારવું સારું કે એકેન્દ્રિય પાષાણની મૂર્તિનું ?
પ્રથમ વાત તો એ છે કે મૂર્તિ અચેતન હોવાથી એકેન્દ્રિય નથી સાધુનું અવલંબન સાધુના શરીરને કારણે નથી કિંતુ તે શરીરને આશ્રયીને રહેલા સાધુના ઉત્તમ ૨૭ ગુણોનું છે. જો એમ ન હોય તો શરીર તો અચેતન છે. તેના અવલંબનથી ગુણ થવાનો છે? મૂર્તિ પણ પાષાણની હોવા છતાં તેને પૂજતી વખતે પાષાણનું અવલંબન લેવાતું નથી તે મૂર્તિ જેની છે તે ૫૨માત્માનું અને ૫રમાત્મામાં રહેલા અનંતા ગુણોનું જ અવલંબન લેવાય છે. એ દૃષ્ટિએ સાધુના અવલંબન કરતાં પણ પરમાત્માની મૂર્તિનું અવલંબન ચઢી જાય છે. તેથી શ્રી જિજ્ઞાશાનુસાર તેનો સ્વીકાર કરનાર વિશેષ આત્મકલ્યાણ સાધી શકે છે.
પાષાણની મૂર્તિમાં પ્રભુના ગુણોનું આરોપણ શી રીતે થાય ? જેમ શણ વગેરે હલકી વસ્તુઓને સ્વચ્છ કરી સફેદ કાગળો બને છે અને તે કાગળો ઉપર પ્રભુની વાણીનાં શાસ્ત્રો લખાય છે ત્યારે તે શાસ્ત્રોને તમામ મતના લોકો પ્રભુતુલ્ય પૂજનીય ગણે છે. તેમ ખાણના પથ્થરમાંથી મૂર્તિ બને છે અને તે મૂર્તિમાં ગુરૂઓ સૂરિમંત્રના જાપ વડે પ્રભુના ગુણોનું આરોપણ કરે છે તે વખતે એ મૂર્તિ પણ પ્રભુતુલ્ય પૂજનીય બને છે. કોઈ ગૃહસ્થને દીક્ષા આપતી વખતે ગુરૂ તેને દીક્ષાનો મંત્ર
Jain Education International 2010_03
૧૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org