________________
રાગ-દ્વેષ જેવા ભીતરના અરિઓને જેણે હણી નાખ્યા છે તે અરિહંત કહેવાય.
અરિહંત શબ્દનો અર્થ માત્ર ‘શત્રુને હણનારા' એ જ કરીએ તો તેમાં સામાન્ય કેવળજ્ઞાનીનો આમાં સમાવેશ થઈ જાય. આથી
‘‘અરિહંત’’ શબ્દની મૂળધાતુ ‘‘અર્હ’’નો વિચાર કરવો પડશે અને તેનો અર્થ ‘‘ચોત્રીશ અતિશયોને યોગ્ય’' એવો થાય છે. જ્યારે આ અર્થ લેતાં સામાન્ય કેવલી ૫રમાત્મા આદિ સર્વ પાંચમા પદમાં આવે છે.
અને છેલ્લે એક અન્ય જિજ્ઞાસાનો પણ વિચાર કરી લઈએ. નમસ્કાર મંત્રના પાંચમા
પદમાં લોએ પદ કેમ રાખવામાં આવ્યું છે? આનું કારણ એ છે કે સાધુઓ બે પ્રકારની લબ્ધિવાળા હોય છે. વૈક્રિય એટલે કે જુદી જુદી ક્રિયા કરી શકે તેવા હોય છે. અને આહારક એટલે પૂર્વધરો જે શરીર બનાવે તેવા હોય છે. આ ઉપરાંત એમની પાસે બંધાચારણ અને વિદ્યાચારણ જેવી લબ્ધિઓ પણ હોય છે. આ લબ્ધિઓના બળે તેઓ મનુષ્યલોકની બહાર નંદીશ્વર, કુંડલ, રુચક વગેરે
દ્વીપોમાં દર્શનને કાજે આવાગમન કરતા હોય છે. વળી મેરુપર્વના પાંડુક વનમાં પણ તેઓ આવ-જા કરે છે, વળી દેવતાઓ રાગદ્વેષથી મુનિઓનું સંહરણ (ગુપ્ત કરી નાંખવું) કરીને અકર્મ ભૂમિઓમાં લઈ જતા હોય છે. આમ લોકના જુદા જુદા કેટલાય ભાગમાં મુનિઓ વિચરતા હોય છે. અને એ તમામને નમસ્કાર _રવા માટે ‘લોએ’ શબ્દ વાપરવામાં આવ્યો
છે.
આવા નમસ્કાર મંત્રને શાશ્વત કેમ કહેવામાં આવે છે? આનું કારણ એ કે બધા તીર્થંકર ભગવંતોના સમયમાં એમના ગણધર ભગવંતો સૂત્રોની રચના કરે છે. બને છે એવું કે આ સૂત્રોના અર્થો એના એ રહે છે, પરંતુ એની શબ્દરચના બદલાય પણ ખરી, જ્યારે
નવકારમંત્રની વિશેષતા એ છે કે એના અર્થો તો એના એ જ રહે છે તે ઉપરાંત એની શબ્દરચના પણ તેની તે જ રહે છે, આથી તેને શાશ્વત કહેવામાં આવે છે.
આવો નવકાર મંત્ર સંસારરૂપી સમરાંગણમાં રહેલા આત્માઓને શરણરૂપ છે, અસંખ્ય દુઃખોનો ક્ષય કરનાર અને કલ્યાણ-કલ્પતરુ છે.
સોનાની વીંટી
‘નમો’ એ સોનાની વીંટી છે. શ્રી અરિહંતો એ હીરાના નંગ છે. શ્રી અરિહંતો એ સાચા ભાવ-હીરા છે, અમૂલ્ય છે. તેથી ભવ્ય જીવોની અનંત પ્રીતિને પાત્ર છે.
શ્રી તીર્થંકર ભગવંતો ઉપર પ્રીતિ બતાવનારો ન હોય તો પેદા કરનારો, હોય તો વધારી આપનારો મંત્ર તે શ્રી નવકાર છે.
પ્રીતિ એ વીંટી છે. ‘નમો’ એ પ્રીતિવાચક પદ છે.
Jain Education International 2010_03
શ્રી નવકારમાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણેયનો સુલભ સમન્વય થયેલો છે. ત્રણેનો દુર્લભ યોગ શ્રી નવકારમાં રહેલો છે.
નવકાર એ સર્વશ્રેષ્ઠ દાન છે. એ દાનમાં પાત્ર તરીકે સર્વશ્રેષ્ઠ શ્રી તીર્થંકર દેવો અને શ્રી પરમેષ્ઠિ ભગવંતો છે.
७५
માટે આટલું અવશ્ય કરો :
તમારો ઉપયોગ શ્રી નવકારમાં પરોવો. યોગ અને ઉપયોગ બંને શ્રી નવકારમાં લીન બને તેવું જીવન જીવો. મન-વચન-કાયાના યોગો શ્રી નવકારની સાથે તાદાત્મ્ય ભાવને પામે તેવો અભ્યાસ કરો.
For Private & Personal Use Only
www.jainelibrary.org