________________
અભિગ્રહ કર્યો હતો. બ્રહ્મચારી પેથડ મંત્રીએ નવકાર તપની આરાધના નિમિત્તે ઉજમણું કરી ઉત્તમ વસ્તુઓના ૬૮-૬૮ નંગ ચડાવ્યાં હતાં.
જન્મ લેતાં જ સર્વ પ્રથમ નવકાર કાનમાં પડે તે જીવાત્માનું જીવન જીવંત બની જાય છે, તેમ મરણ વખતે નવકાર કાને જતાં મરણ સુધરી જાય છે. નવકાર પ્રત્યેક સમસ્યાનું એકમાત્ર સમાધાન છે. તે પણ નવકારની મહત્તા સૂચવે છે.
નમસ્કાર મહામંત્ર ઉપર અનેક વિદ્વાનોએ સુંદ૨ ચિંતન-મનન-નિદિધ્યાસન કરી સમસ્ત સમાજને સારું એવું તત્ત્વ પીરસ્યું છે. પ્રભાવક સત્ય
શ્રી
શ્રી એટલે ‘સવ્વપાવપ્પણાસણો' જ્ઞાનીઓનો આપેલ કોલ છે. સવ્વ - બધી જાતના.
નવકાર
પાવ = વિકાસને અવરોધક બધાં તત્ત્વો (ગરીબી, રોગ, માનસિક ઉપાધિ વગેરે)
પણાસણો = એટલે મૂળમાંથી નાશ કરનાર અર્થાત્ શ્રી નવકારથી બધી જાતના પાપો મૂળમાંથી હટી જાય છે.
નવકારનું ફળ
એટલે શ્રી નવકારના આરાધકને ગમે તેવી મુસીબતોમાં પણ દરેક મુસીબત કર્મના ઉદયથી જ થતી હોવાનું ચોક્કસ હોઈ કર્મના ઉદયને ટાળવા-હટાવવા સમર્થ, સર્વશ્રેષ્ઠ શ્રી નવકાર સિવાય બીજા કોઈનું સ્મરણ આવે જ નહિ.
Jain Education International. 2010_03
શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક કદી પણ કર્મસત્તાથી હેરાન થાય નહિ, કેમકે શ્રી નવકારની આરાધના એટલે ધર્મ મહાસત્તાની
X
ઘટનાઓ ઉ૫૨ પણ અનેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમણે જેમણે આ મંત્રની મૌલિક શક્તિઓ જણાવવા પોતાની બૌદ્ધિક શક્તિ લગાવી છે તેમણે હકીકતમાં શાસન સેવા કરી છે. નિર્જરા કે પુણ્ય પેદા કર્યું છે.
ક્રોડ નમન છે તે નમસ્કાર મહામંત્રને કે જેના પસાયે સુખ-સંપત્તિ-સૌભાગ્ય સમૃદ્ધિ, શાંતિ-ક્રાંતિ, સમતા-સમાધિ આદિ સુતત્ત્વો સંપ્રસારણ સંપ્રાપ્ત કરી રહ્યાં છે.
૧
નમસ્કાર, નમસ્કાર, નમસ્કારઃ નિત્ય નમસ્કાર હો નમસ્કારને.
શરણાગતિનો સ્વીકાર, એટલે કર્મસત્તા આપણી અંતરાત્મ શક્તિના વિકાસમાં અનુકૂળ થઈને રહે.
શ્રી નવકારના આરાધકને શારીરિક, માનસિક કે કંઈપણ આફત ઉપાધિ આવે ત્યારે શ્રી નવકારમાં વૃત્તિઓને લઈ જઈ આંતરિક સંવેદનાભર્યો જાપ કરવા સિવાય બીજો કોઈ ઉપાય કરવો ગમે જ નહિ. કેમકે એક વાત ચોક્કસ છે કે આવેલ આફત-દુઃખો, દર્દ અથવા વિષમ પરિસ્થિતિ કર્મના ઉદય વિના આવતી નથી તે કર્મના ઉદયને મૂળમાંથી હટાવવાની પ્રબળ શક્તિ શ્રી નવકારના એકેક અક્ષરમાં અખૂટ ભરી છે. એટલે શ્રી નવકારનો આરાધક જરા પણ મૂંઝાયા વિના નાનું બાળક ગભરાય કે આફત આવે કે તરત માની સોડમાં સમાય તેમ આપણે આપણી વૃત્તિઓને ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં કે જે તે બાહ્ય ઉપાધિઓના પ્રબંધમાં ફસાવવા કરતાં અંતરના પુકાર સાથે શ્રી નવકારના શરણે જવાની તત્પરતા કેળવવાની જરૂર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org