________________
અને આમ આપણા સૌના માટે તો, ભવોભવના આપણને વારસામાં Master Key મળેલી છે ) 2 પાપોને નાશ કરવાનું અમોઘ શસ્ત્ર કહો કે પછી... - જો ઉપયોગ કરતાં આવડે તો? લખલૂટ કર્મ નિર્જરાની સાથે સાથે ઐશ્વર્ય સભર અવળા સહુ સવળા થાય દેવતાઈ સુખ સમૃધ્ધિઓને પ્રાપ્ત કરાવતા અમૂલ્ય
સવળા સફળ થાય ખજાનાની ચાવી... સહજમાં જ મળી ગઈ છે... શ્રી નવકારના જાપ પ્રભાવે ખરું ને? આ તો,
દુઃખ સમુળા જાય. -શ્રી નવકાર એ રત્નની પેટી છે.... સ્કુલ રત્નો માણસને ગમે છે. માટે તેને મેળવવા માટે તે મહેનત કરે છે. અને જો મળી જાય છે તો જીવની જેમ સાચવે છે. તેમ છતાં આવાં રત્નોથી કોઈનું કાયમી દળદર નથી ફીટતું તે હકીકત છે.
એટલે આ રત્નો કરતાં ચઢિયાતી શક્તિવાળાં રત્નો મેળવવા માટે વિવેકી આત્માઓ પુરૂષાર્થ ખેડે છે. અને તેને મેળવીને હર્ષવિભોર બની જાય છે.
જગતના ચોકમાં ઊભા રહીને ઉદ્ઘોષણા કરે છે કે બંધુઓ ! આવો-આવો ! પ્રમાદ છોડીને આ રત્નોના પ્રકાશમાં આત્માને સ્નાન કરાવો !”
આવા અણમોલ ૬૮ રત્નોની પેટી તે જ શ્રી નવકાર છે.
એક હથેળીમાં કીમતી રત્નને રાખો બીજી હથેળીમાં શ્રી નવકારના “ન” ને રાખો. અને પછી બંને હથેળીઓ ઉપર ફેરવો. જો નજર શ્રી નવકારના “ન” ઉપર ઠરે તો માનવું કે આપણે સાચા રત્ન પારખું ઝવેરી છીએ. અને જો પત્થરના રત્ન ઉપર ઠરે તો માનવું કે આપણે જડ જેવા છીએ.
પત્થરના રત્ન પાસેથી જે કાંઈ મળે છે આ જીવ આ સંસારમાં અનંતીવાર મેળવી ચૂક્યો છે અને છતાં અતૃપ્ત જ રહ્યો છે.
જયારે શ્રી નવકારની રત્નપેટીમાંના કોઈ એક પણ રત્નને પોતાના મનનો મુગટ બનાવનારા અક્ષય સુખના સ્વામી બન્યા છે.
મુક્તિના વિરહમાં તડપતા મુમુક્ષુને તો શ્રી નવકાર પ્રિયતમ લાગે છે. તેના અંગભૂત એક-એક અક્ષર માથે મૂકીને નાચવા જેવો લાગે છે.
આ લોકમાં એવું કોઈ રત્ન નથી કે જે સર્વ કાળમાં એક સરખો પ્રકાશ પાથરતું હોય ત્યારે શ્રી નવકારનો પ્રત્યેક અક્ષર સર્વકાળમાં પાપ પ્રણાશક પ્રકાશ પાથરી રહ્યો છે.
એટલે કે શ્રી નવકાર રૂપી રત્નની પેટી દરિદ્રતાને તો દૂર કરે છે. પણ તેના કારણરૂપ પાપ અને પાપવૃત્તિનો પણ નાશ કરે છે.
- આ પેટીને તિજોરીમાં મૂકી દેવા માત્રથી કામ નહિ સરે.. પણ હૃદયની પેટીમાં અહોભાવપૂર્વક ગોઠવવાની છે. પછી સમજાશે કે તેને અણમોલ રત્નોની પેટી કહેનારા ભગવંતો કેટલા સાચા છે.
આવી સાધના આજે કરીને તેનો અનુભવ કરી શકાય તેમ છે. એટલો અભુત શ્રી નવકારનો પ્રભાવ છે.
૬૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org