________________
નવકાર મહામંત્રમાં પ્રયુક્ત ‘લોએ’ અને ‘સવ્વ’ શબ્દો નવકારની વ્યાપકતાને સૂચવે છે. ‘લોએ' શબ્દ ભૌગોલિક સ્થિતિનો નિર્દેશ કરે છે. અને ‘સવ્વ’ શબ્દ સર્વ વ્યાપકતાનો નિર્દેશ કરે છે ચૌદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત નવકાર ખરેખર સર્વવ્યાપક છે. નવકારનું સામ્રાજ્ય ચૌદે રાજલોકના ત્રણે લોકમાં વ્યાપ્ત છે. નવકારનું અસ્તિત્વ ત્રણે લોકમાં છે. એનું રટણ-સ્મરણ સદા સર્વત્ર થતું રહ્યું છે - ચાલી રહ્યું છે. ક્યાં નથી ચાલતું ? નરકમાં નવકાર ગણાઈ રહ્યો છે. તિર્જાલોકમાં મનુષ્યો-તિર્યંચો ગણી રહ્યા છે; અને ઊર્ધ્વલોકના સ્વર્ગમાં ગણાઈ રહ્યો છે. નરકના અસંખ્ય નારકી જીવોમાંથી સંખ્યાત તો નવકાર ગણતા હશે એ જ પ્રમાણે સ્વર્ગ-દેવલોકના પણ અસંખ્ય દેવતાઓમાંથી સંખ્યાત સમ્યક્ત્વી જીવો તો નવકાર ગણતા હશે ! અને એ જ પ્રમાણે તિલોકના વ્યાપક ક્ષેત્રમાં તિર્યંચ પંચેન્દ્રિયો અલ્પ સંખ્યામાં પણ નવકારની સાધના કરતા હશે, અને એ જ પ્રમાણે સંખ્યાત સંખ્યાવાલા મનુષ્યોની સંખ્યામાંથી પણ અલ્પ સંખ્યાત મનુષ્યો પણ નવકાર ગણતા હશે ! આ પ્રમાણે ત્રણે લોકમાં નવકારની સાધના અવિરત છે. ભૂતકાંળના અનંતા વર્ષોમાં અનંત દિવસોમાં નવકારની સાધના થશે. કાળ જો અનંત શાશ્વત છે. તો તે કાળમાં રહેનાર નવકાર મહામંત્ર પણ અનાદિ, અનંત, શાશ્વત છે. ત્રણે કાળમાં નવકારની સાધના ચાલે છે-ચાલતી હતી અને ચાલતી જ રહેશે. આને અટકાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો.
માત્ર ચાલે જ છે એમ નથી પરંતુ અવિરતઅખંડ અને સતત ચાલે છે. ત્રણે લોક અને સર્વ ક્ષેત્રના જીવોની દૃષ્ટિથી વિચાર કરીએ તો સ્પષ્ટ ચિત્ર ઊભું થશે કે નરકમાં નવકાર ચાલી રહ્યો છે. શ્રેણિક કૃષ્ણાદિ જીવો જેઓ વર્તમાનકાળે
Jain Education International 2010_03
નરકગતિમાં છે. અને ગણી રહ્યા છે, તેમની સાધના ત્યાં ચાલુ છે. સ્વર્ગમાં દેવતાઓ નવકારની સાધના કરી રહ્યા છે. તે જ પ્રમાણે તિતિલોકમાં અઢીદ્વીપના ૧૫ કર્મભૂમિ ક્ષેત્રમાં સેકંડો નર-નારીઓ નવકારની આરાધના સતત કરી રહ્યા છે. આ રીતે કાલિક દૃષ્ટિની સાથે ક્ષેત્રીય દષ્ટિને મેળવીને વિચાર કરવાનો કાલિક ક્ષેત્રીય ઉભય દૈષ્ટિએ સ્પષ્ટ સ્વરૂપે વ્યાપક રીતે જોતાં ખ્યાલ આવશે કે નવકારની સાધના કેટલી વ્યાપક છે. સમસ્ત ચૌદરાજલોકના સર્વક્ષેત્ર અને સર્વકાળનો વ્યાપક દૃષ્ટિએ વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે એક દિવસ તો શું પણ એક કલાકનો પણ ખંડ નવકારની સાધનમાં સંભવ નથી. આપણે ત્યાં છઠ્ઠા આરામાં ધર્મ લોપ થઈ જાય છે. ધર્મ જ નથી રહેતો તો પછી નવકાર ક્યાંથી ગણાય ? વાત બરોબર છે. આ પ્રશ્ન પણ તમારો સાચો છે પરંતુ આપણે માત્ર આપણા ભરતક્ષેત્રની દૃષ્ટિએ જ થોડી વાતો કરી રહ્યા છીએ, દૃષ્ટિને વ્યાપક બનાવો, ચૌદરાજલોકના ત્રણે લોક અને અઢીદ્વીપ તથા મહાવિદેહક્ષેત્રાદિ સર્વક્ષેત્રની વ્યાપક દૃષ્ટિથી વિચાર કરશો ત્યારે ખ્યાલ આવશે અને તો જ નવકાર મહામંત્રની સર્વવ્યાપકતા સમજાશે.
૫૬
મહાવિદેહ ક્ષેત્રમાં શાશ્વત કાળ છે. ત્યાં સદાકાળ ચોથો આરો જ વર્તાતો હોય છે. આપણે ત્યાં ભરતક્ષેત્રમાં કાળ પણ પરિવર્તનશીલ છે, આરાઓ બદલાતા હોય છે, જ્યારે પાંચે મહાવિદેહ ક્ષેત્રમાં કાળ અપરિવર્તનશીલ છે, આરા-કાળ ક્યારેય બદલાતો નથી, સદાકાળ નિત્ય-શાશ્વત સ્વરૂપે ચોથો આરો જ હોય છે. એટલે આપણે ત્યાં ભરતક્ષેત્રમાં જેવો ચોથો આરો હોય છે, એવા ચોથા આરા જેવો જ કાળ ત્યાં સદા હોય છે, માટે ત્યાં ધર્મ પણ સદા નિત્ય શાશ્વત હોય છે, માટે ધર્મપ્રવર્તક, ધર્મસંસ્થાપક તીર્થંકર ભગવંતો વગેરે સદા શાશ્વત હોય છે. આટલું બધું સદા શાશ્વત હોય છે અને જો
For Private & Personal Use Only
www.jainelibrary.org