________________
છે. સત્ય, પ્રિય, હિત, મિત, પથ્ય વચન બોલવું અને મોક્ષમાર્ગનું અધ્યયન કરવું તે વાચિક તપ છે. સર્વ પ્રાણીઓનું હિતચિંતન, મનની તત્વચિંતનમાં એકાગ્રતા, માયારહિત વ્યવહાર વગેર માનસિક તપ છે. ફલેચ્છાનો ત્યાગ કરી એકાગ્ર મન વડે પ૨મ શ્રદ્ધાપૂર્વક ત્રણેય પ્રકારનાં તપ કરવાં તે તાત્ત્વિક તપ છે.
શુભભાવના પણ એક પ્રકારનો તપ છે. જ્યારે શ૨ી૨ ૨ોગી બને, ઈન્દ્રિયોનું સામર્થ્ય ઘટે, પ્રિય પદાર્થનો વિયોગ થાય, અનિષ્ટ પ્રાણીપદાર્થનો સંયોગ થાય અને મૃત્યુનું અવાગમન થાય ત્યારે તે મારાં અશુભકર્મોના ક્ષય માટે અને ચઢતી સ્થિતિ થવાનાં સાધનરૂપ છે એવી ભાવના પણ એક પ્રકારનું અત્યંતરતપ છે.
૪. આગમશાસ્રનું શુદ્ધ ઉચ્ચારપૂર્વક, અર્થ, રહસ્ય અને જ્ઞાનસહિત અધ્યયન કરવું અથવા ગુરૂદત્તમંત્રનો અધિકાર મુજબ કોઈ પણ વાણી વડે જપ કરવો તથા પરમાત્મામાં મનને એકાગ્ર રાખવું તે ‘‘સ્વાધ્યાય’’ છે. સ્વાધ્યાયના પરિપાક વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર તથા તેઓની સાથે સમાપત્તિ-અભેદાનુભવ થઈ શકે છે.
૫. આત્મપ્રીત્યર્થે જ સર્વકર્મ કરવાં અને સ્વાર્થવૃત્તિનો ઉચ્છેદ કરવો તે ‘‘ઈશ્વર પ્રણિધાન’’ છે. કર્તાપણાનું અભિમાન અને કર્મના ફળની ઈચ્છા એ બેનો ત્યાગ કરવાની સાથે કર્તવ્યબુદ્ધિથી શુભકર્મ કરવાનો અભ્યાસ પાડવાથી ચિત્તના વિક્ષેપો દૂર થવા માંડે છે અને જ્યારે તેનો પરિપાક થાય છે ત્યારે સાધક પોતાના ચિત્તની એકાગ્રતાને પ્રાપ્ત કરે છે.
(૩) આસન-પોતાના શરીરના કોઈપણ અવયવને પીડા ન થાય તથા પોતાનું શરીર અચલ એટલે સ્થિર રહે, એવી રીતે પોતાના શરીરને રાખીને બેસવું તે ‘‘આસન’’ કહેવાય છે.
Jain Education International 2010_03
* યમનિયમનો અભ્યાસ ન્યૂનાધિકપણે પણ
પરિપકવ થયા વિના યોગનું અંગભૂત આસન સિદ્ધ
આસનો ઘણા પ્રકારનાં છે. તેમાં યોગાભ્યાસ માટે ચાર આસનો ઉપયોગી છે. સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન અને શિષ્ટાસન. એ સિવાય સર્વાંગાદિ અન્ય આસનોમાંથી કેટલાંક આસનો પ્રાણનો જય કરવામાં ઉપયોગી છે અને કેટલાંક શરીરના રોગોને દૂર કરવામાં તથા કાયાને નીરોગી રાખવામાં ઉપયોગી છે.
શિષ્ટપુરુષો જેવી રીતે પલાંઠી વાળીને બેસે છે તેવી રીતે પલાંઠી વાળીને બેસવું તે શિષ્ટાસન કહેવાય છે. આસનાભ્યાસમાં બેઠા પછી પગ, હાથ, ધડ, ડોક અને મસ્તકને અસાધારણ પ્રયોજન વિના ચલાયમાન કરવાં નહિ. આસનના અભ્યાસ વખતે નેત્રવૃત્તિને, બંને નેત્ર દ્વારા નીકળતી અંતઃકરણની વૃત્તિ સહિત નાસાગ્ર ઉપર અથવા ભૂમધ્યમાં રાખવી. દિવસે પરિમિત અને પથ્ય આહાર લેવો. મન, વાણી, નેત્ર અને શ૨ી૨થી બ્રહ્મચર્ય પાળવું. શરીર, ઈન્દ્રિય અને અંતઃકરણને શ્રમ જણાય તેવું કાર્ય કરવું નહિ. અનંત (આકાશ અથવા શેષ)માં ચિત્તને અભેદભાવે રાખવાથી આસનનો જય શીઘ્ર થાય છે.
એક પ્રહર સુધી ચારમાંનું કોઈપણ એક આસન શરીરનાં અવયવોને પીડા વિના, મનને વ્યથા થયા વિના અને હાલ્યા-ચાલ્યા વિના જ્યારે રાખી શકાય ત્યારે આસન સિદ્ધ થયું સમજવું. શ્રદ્ધા અને ઉત્સાહ વિશેષ હોય તો જલદી, અન્યથા લાંબા કાળે આસનની સિદ્ધિ થાય છે.
આસનજયથી શીતોષ્ણ, ક્ષુધા-તૃષા, હર્ષશોકાદિ દ્વંદ્વો પૂર્વની પેઠે પરિતાપ ઉપજાવતાં નથી. પ્રાણવાયુની ગતિ અને રુધિરાભિસરણ યથાયોગ્ય થવા લાગે છે. શરીરના સ્થૂલપણારૂપ તમોગુણ નાશ પામે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ધાતુ સામ્ય થઈ
૧૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org