________________
સિદ્ધનું રૂપ સર્વ રૂપોથી ચઢિયાતું છે, તેથી તેનું ધ્યાન અન્ય સર્વ રૂપી પદાર્થોના રૂપના અયોગ્ય આકર્ષણને પળવારમાં વિખેરી નાખે છે તેવી રીતે આચાર્યભગવંતના આચારની ગંધ, શીલની સુગંધ સર્વ લૌકિક સુગંધી પદાર્થોની સુગંધના અયોગ્ય આકર્ષણને ટાળી દે છે. જીવને શબ્દ વગેરે વિષયોની વાસના અનાદિ કાળની છે તે વાસનાને નષ્ટ કરવા માટે એક બાજુ તે વિષયોની વિરસતાનું ચિંતન અને બીજી બાજુ પરિણામે સુંદર એવા વિષયોની સુંદરતાનું પ્રણિધાન અતિ આવશ્યક છે. ગંધની વાસનાને નિર્મૂળ કરવા માટે આચાર્યોના ભાવઆચારોની સુવાસનું-પંચાચારના પાલનથી ઉત્પન્ન થતી શીલરૂપી સુગંધનું પ્રણિધાન ઉત્તમ પ્રણિધાનની ગરજ સારે છે.
શ્રી અરિહંતોનો ગંભી૨ ધ્વનિ, શ્રી સિદ્ધોનું અવિનાશી રૂપ અને શ્રી આચાર્યોના સદાચારની સુવાસ આપણે જોઈ આવ્યા. હવે શ્રી ઉપાધ્યાયોના સ્વાધ્યાયનો રસ તથા શ્રી સાધુઓની નિર્મળ કાયાનો સ્પર્શ તથા બંનેનું પ્રણિધાન નમસ્કારની ક્રિયાને ભાવક્રિયામાં કેવી રીતે પલટાવે છે તે જોઈશું.
નમસ્કારમહામંત્રનો ઉપકાર (૪) શ્રુતકેવલીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજી ફરમાવે છે કે-‘માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય’ એ પાંચ હેતુઓ માટે હું શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નમસ્કાર કરું છું. હેતુપૂર્વકની ક્રિયા ફલવતી છે, હેતુ કે સંકલ્પ વિહીન કર્મ ફળતું નથી. નમસ્કાર કરવાની પાછળ પાંચ પ્રકારના હેતુઓ શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી નમસ્કારની નિયુક્તિ કરતાં ફરમાવ્યા છે. આ પાંચ હેતુઓ તો માત્ર ઉપલક્ષણ છે. ‘માર્ગ’ હેતુ માટે જ શ્રી અરિહંતને નમવાનું
Jain Education International. 2010_03
છે એમ નથી, પણ જેવી રીતે અરિહંતો માર્ગોપદેશક છે તેથી નરકારને પાત્ર છે, તેવી રીતે તેઓ ઔદાર્યાદિ અનંત ગુણોથી અલંકૃત છે માટે પણ નમસ્કરણીય છે. પાંચ હેતુ બતાવીને પાંચની સંખ્યાનો નિયમ નથી કર્યો, પણ ક્રિયાને ફલવતી બનાવવા માટે તે હેતુપૂર્વક કરવી જોઈએ એ નિયમ દર્શાવ્યો છે. તે હેતુ તરીકે શ્રી અરિહંતોની માર્ગોપદેશકતા, અરિહંતોનું અનુપમ ઔદાર્ય, અરિહંતોનો અનુપમ ઉપસમ, અનુપમ મૈત્રીભાવ, અનુપમ અહિંસા વગેરે કોઈપણ ગુણ લેવાય. અરિહંતોમાં રહેલી કોઈપણ વિશેષતાને આગળ કરીને જ્યારે શ્રી અરિહંતને નમસ્કાર કરવામાં આવે ત્યારે નમસ્કાર પ્રણિધાનપૂર્વકનો બને છે, ચિત્તની એકાગ્રતા લાવનારો થાય છે.
ચિત્તની એકાગ્રતા કદી પણ બળાત્કારે આવતી નથી અને કદાચ આવે તો પણ તે દીર્ઘકાળ ટકતી નથી. ચિત્તનો સ્વભાવ જ એવો છે કે તેને જેમાં રસ આવે તેમાં તે તરત જ સ્થિર થઈ જાય છે. શ્રી અરિહંતના નમસ્કારમાં ચિત્તને સ્થિર કરવું હોય તો અરિહંતમાં રહેલી કોઈ વિશેષતા કે જેમાં પોતાને રસ હોય તેને આગળ કરવી જોઈએ, તેની સામે લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ. એ કરતાંની સાથે જ ચિત્તની લીનતા આવી જાય છે. લીનતા આવે તેની સાથે જ મંગળનું આગમન અને વિઘ્નોનું વિદારણ થઈ જાય
છે.
શ્રી નમસ્કારમંત્ર મંગળમય છે, સર્વ મંગળમાં પ્રધાન મંગળ છે, સર્વ પાપનો આત્યંતિક ક્ષય કરનાર છે, વગેરે વિશેષણો તો જ ચરિતાર્થ થાય કે જો તેના સ્મરણમાં, જાપમાં કે ધ્યાનમાં ચિત્ત લયલીન બને. એ લીનતા લાવવાનું એક સાધન શ્રી અરિહંતાદિ ૫૨મેષ્ઠિઓમાં રહેલી વિશેષતાઓનું પ્રણિધાન છે.
શ્રી અરિહંતપરમાત્માઓમાં મોક્ષમાર્ગની આદ્ય પ્રકાશકતાની સાથે વિશુદ્ધ સમ્યગ્દર્શન છે. અને
૧૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org